વિસાવદર શહેરમાં જોવા મળ્યો ઉતરાયણ પર્વનો માહોલ - At This Time

વિસાવદર શહેરમાં જોવા મળ્યો ઉતરાયણ પર્વનો માહોલ


વિસાવદર શહેરમાં જોવા મળ્યો ઉતરાયણ પર્વનો માહોલ

વિસાવદર શહેરમાં હાલ પુરા જોશથી આવનાર દિવસોમાં આવતા ઉતરાણ પર્વની તૈયારી ચાલી રહી છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર હાલ ઠેર -ઠેર પતંગ અને દોરા ફીરકીઓના સ્ટોલ જોવા મળી રહ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે લોકોમાં પતંગ ચાગાવવાનો ભારે જોશ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર અવનવી ડિઝાઇન અને અવનવી ફેશનેબલ પતંગ, ફીરકી, અને માસ્ક પણ જોવા મળે છે. પતંગ સસ્તી અને સામાન્ય લોકોના બાળકો પણ ખરીદી શકે તેવા ભાવની પણ બજારમાં વહેંચાઈ રહી છે. હાલ વિસાવદર શહેર તથા આજુ બાજુના ગામડાના લોકો વેપારીઓ ઉતરાણની ખરીદી કરવા શહેર તરફ આવી રહ્યા છે. વેપારીઓની મુલાકાત દરમ્યાન જાણવા મળીયુ છે, કે, આ વર્ષે ચાઈના દોરીનું વહેંચાણ બહુ ઓછું કરવામાં આવશે. અને વિશેષમાં આવનાર ઉતરાણ પર્વમાં દરેક લોકો પોતપોતાના બાળકો તેમજ નાના મોટા પક્ષીઓનું ખાસ ધ્યાન રાખી કોઈ જાનહાની ના થાય તેનો ખ્યાલ રાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.