નકારાત્મક વિચારો વ્યક્તિને અંદરથી મારે છે.. આવા વિચારોને ભૂંસી શકતા નથી પણ તેને સકારાત્મક વિચારસરણીથી બદલી શકાય છે. - At This Time

નકારાત્મક વિચારો વ્યક્તિને અંદરથી મારે છે.. આવા વિચારોને ભૂંસી શકતા નથી પણ તેને સકારાત્મક વિચારસરણીથી બદલી શકાય છે.


નકારાત્મક વિચારો વ્યક્તિને અંદરથી મારે છે.. આવા વિચારોને ભૂંસી શકતા નથી પણ તેને સકારાત્મક વિચારસરણીથી બદલી શકાય છે.

જ્યારે મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે આંખો બંધ કરીને શાંતીથી બેસવું કે સંગીત સાંભળવું કે પ્રિય વ્યક્તિ સાથે વાતચીત કરવી. થોડો સમય બધું ભુલી માત્ર ગમતું કરવામાં વ્યસ્ત રહેવુ.

આ બધું હકારાત્મકતા આપી શકે છે. સહુથી જરુરી જાતને પ્રેમ કરવો. એ વિના અંદરથી ખુશી મળતી નથી અને તે સિવાય ખરી હકારાત્મકતા આવતી નથી.
સામેની વ્યક્તિના આંનદનો વિચાર અવશ્ય કરવો જોઈએ પરંતુ એની સામે પોતાનો નિજી આંનદ કે માનસિક સુખની અવગણના ના થવી જોઈએ. વારંવાર આમ થતા નિરાશા અને નકારાત્મકતા વધતી જાય છે. જે પોતાની સાથે બીજાઓની માટે પણ તકલીફદાયક બને છે.

દરેકની વિચારવાની શક્તિ, ધીરજ ગુસ્સો અને પ્રેમ અલગ હોય છે. એક સામ્યતા એજ કે કોઈ સંપૂર્ણ નથી હોતું આથી સ્વભાવના ગુણો ઓછા વધારે સમય અને સ્થિતિ પ્રમાણે બહાર વ્યક્ત થવાના અને એજ કારણે આજુબાજુ નેગેટિવ પોઝેટીવ વર્તુળો રચાતા જવાના.
એ ઉપર નિયંત્રણ રાખવા સ્વભાવનું નિયંત્રણ જરૂરી છે જે મેડિટેશન અને સમજશક્તિના વિકાસ દ્વારા આવે છે.
અનુલોમ વિલોમ જે ધીરજ રાખવા, ધ્યાન અને નિયંત્રણ સુધારવામાં મદદ કરે છે. ભ્રમરી પ્રાણાયામ તણાવ, ક્રોધ અને ચિંતા માથી મુક્ત થવા મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે.

યોગ અને પ્રાણાયામને કારણે શારિરીક અને માનસિક શક્તિઓમાં વધતો થાય છે જેના કારણે હકારાત્મકતા વધે છે. અહીં વપરાતો સમય તમને બીજા નબળા સમય તરફ જવા દેતો નથી જેના કારણે માનસિક સંતુલન ખોરવાતુ નથી. શાંત અને શુદ્ધ થઇ એકાગ્રતાથી મજબૂત બને છે.

બીજાઓ સાથેનો ગુસ્સો કે દુઃખ બહુ સહેલાઈથી ઓગળી જાય છે. પરંતુ જેની માટે પ્રેમ લાગણી હોય તેવા અંગત સબંધોથી થતું મનદુઃખ કે સંતાપ સહેલાઈથી દૂર થતું નથી. આવામાં નેગેટિવિટી તેને લગતા વિચારો ઘેરાવો કરે છે. તેને તોડવા માટે પ્રયત્ન કરવો પડે છે.
આ બધું કરતા રહી વિચારશક્તિને બુઠ્ઠી બનાવવાની કે પરાણે દબાવી દેવાની જરૂર નથી ક્યારેક ગુસ્સા કે સંતાપનો અતિરેક થાય ત્યારે તેને યોગ્ય રીતે સમય જોઈ વહાવી દેવાથી મન શાંત બને છે. અગત્યનું એજ કે એ પછી એ વર્તુળ છોડી બહાર નીકળી જવું જોઈએ.
શરુઆતમાં આ અધરું લાગે પણ આદત પડી જતા બહુ સહેલાઇથી મન શાંત થઇ જાય છે.

બાકી તો દરેકને પોતાની રીતે ગમતું થાય તોજ એ સાચું છે એમ માણવાની આદત રહી છે, આપણી ઇચ્છા અને તૃષ્ણાઓનો કોઈ અંત હોતો નથી. છતાં ક્યારેક સામેવાળાના સ્થાને રહી વિચારવાની ટેવ વિકસાવતા ઘણું સમજી શકાય છે.
જીવનમાં આપણે સુખ ભોગવ્યા નથી. હકીકતમાં એના દ્વારા ભોગવાઈ ગયા છીએ. સમય સાથે આપણે જ પસાર થઈ રહ્યા છીએ, જીર્ણ અને વૃદ્ધ થઈ રહ્યા છીએ. ત્યારે આ સમજવું જરૂરી છે કે જેટલું મળ્યું તેટલું હવે મળવાનું નથી અને મળશે તો એ ભોગવવાનો હવે સમય ઓછો થતો જાય છે તો શું કામ મળેલી ખુશીને બમણી ના કરવી.!

હકારાત્મક વિચારો અને કાર્યપધ્ધતિ જીવનમાં મોટો બદલાવ અને આંતરિક ખુશી આપે છે. જેની અત્યારના સ્વાર્થી અને તણાવભર્યા સમયમાં ઘણી જરૂર છે.
જો કદીક જાણવા મળે
આ જીવન ટુકું છે તો ?
રાત ઓછી ને વેશ ઝાઝાં જડે
ક્યાંથી શરુકરવું, ક્યાં અટકવું,
બધું એ વિચારવું અઘરું બને.
સમય ઓછો અને છોડવાનું ધણું
એ પહેલા તુટેલું જોડવાનુ બઘું
ત્યારે એ પુસ્તકીયું જ્ઞાન ઓછુ પડે.
રેખા પટેલ ( વિનોદિની, ડેલાવર )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.