કુવરજીભાઈ બાવળિયાએ જસદણમાં કબ્રસ્તાન પાસે ત્રણ લાખના ખર્ચે બનેલા રેન બસેરા અને 34 લાખના ખર્ચે રિનોવેશન થયેલા જિલ્લેશ્વર પાર્કનું લોકાર્પણ કર્યું - At This Time

કુવરજીભાઈ બાવળિયાએ જસદણમાં કબ્રસ્તાન પાસે ત્રણ લાખના ખર્ચે બનેલા રેન બસેરા અને 34 લાખના ખર્ચે રિનોવેશન થયેલા જિલ્લેશ્વર પાર્કનું લોકાર્પણ કર્યું


જસદણમાં કબ્રસ્તાન પાસે રૂપિયા ત્રણ લાખના ખર્ચે બનેલા રેન બસેરા અને 34 લાખના ખર્ચે બનેલા જીલેસ્વર પાર્કનું લોકાર્પણ જસદણ ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરાવવામાં આવ્યું. જસદણના જિલ્લેશ્વર પાર્કમાં રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં નવા નખાયેલા બાંકડાઓ, હીચકા, લપસ્યા, પાર્કની દિવાલ પર રંગબેરંગી ચિત્રો, વિવિધ વૃક્ષો અને છોડથી ઘેરાયેલા પાર્ક ખાતે આહલાદક વાતાવરણ પૂરું પડે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેનાથી બાળકો નાગરિકો અને સિનિયર સિટીઝનો શાંતિનો અનુભવ કરશે. કબ્રસ્તાન પાસે ત્રણ લાખના ખર્ચે બનેલા રેન બસેરામાં નદીકાંઠા અને નાળા વિસ્તારમાં રહેતા લોકોને કુદરતી આફતોના સમયે આશરો લઈ શકાશે. જેમાં લાઈટ, પંખા, સૌચાલય, બાથરૂમ અને બારીઓની પણ સુવિધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.