રાજકોટના સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા, મોડીરાત સુધી વાહનોની લાંબી લાઈનો લાગી - At This Time

રાજકોટના સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા, મોડીરાત સુધી વાહનોની લાંબી લાઈનો લાગી


રાજકોટના કેકેવી ચોકમાં મનપાએ પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થવાનો આનંદ માણવા હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. અનેક વાહનચાલકો પરિવાર અને મિત્રો સાથે બ્રિજ પર સેલ્ફી લેવા ટોળે વળ્યા હતા. જેને કારણે પ્રથમ રાત્રે જ ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.