છત્રપતિ ટાઉનશીપમાં 24 વર્ષના રોહિત નિમાવતનો ઝેરી દવા પી આપઘાત
રેલનગરમાં છત્રપતિ ટાઉનશીપમાં 24 વર્ષના રોહિત નિમાવત નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતાં રોહિત જીતુભાઇ નિમાવત (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે રાતના 11 વાગ્યાની આસપાસ પોતે રેલનગરમાં આવેલ છત્રપતિ ટાઉનશીપમાં રહેતાં તેમના ભાઈની ઘરે ગયો હતો. બાદમાં ત્યાંથી નીકળી ટાઉનશીપની નજીક જ ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઇ પી.કે.પઢીયાર સ્ટાફ સાથે હોસ્પિટલે દોડી ગયાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડયો હતો.
વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો અને તે ઘણાં સમયથી આર્થીક ભીંસમાં સપડાયો હોવાથી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.