ઉત્તર ગુજરાત શારીરિક શિક્ષણ અધ્યાપક કલ્યાણ મંડળના પ્રમુખ તરીકે ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરીની સર્વાનુંમતે થઈ નિમણૂક - At This Time

ઉત્તર ગુજરાત શારીરિક શિક્ષણ અધ્યાપક કલ્યાણ મંડળના પ્રમુખ તરીકે ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરીની સર્વાનુંમતે થઈ નિમણૂક


ઉત્તર ગુજરાત કોલેજ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ અધ્યાપક કલ્યાણ મંડળ ની સાધારણ સભા ગણપતિ મંદિર સત્સંગ હોલ ઐઠોર ખાતે મલી. જેમા જૂની કારોબારીનો સમયપૂર્ણ થતા બે વર્ષ માટે નીચે મુજબ નવી કારોબારી ની સર્વાનુમતે રચના કરાઈ 1. ડૉ.આર ડી.ચૌધરી ડીસા કોલેજ (પ્રમુખ) 2. ડૉ .જી. એ.દેસાઈ (ઉપપ્રમુખ) 3. ડૉ.એમ. પી. પટેલ (ઉપ પ્રમુખ)4. ડૉ.અજીત એ. ઠાકોર (મંત્રી)5. ડૉ .મનીષભાઈ ગામીત(સહમંત્રી) 6.ડૉ.પંકજભાઈ વસાવા (ખજાનચી) 7.ડૉ.વિષ્ણુભાઈ ચૌધરી (ઓડિટર) 8. ડૉ.દિવ્યેશ પટેલ (સંયોજક મહેસાણા)9. ડૉ.પ્રકાશભાઈ પટેલ ( સં.અરવલ્લી )10. ડૉ.બળવંતભાઈ ઝાલા (સં.સાબરકાંઠા)11. ડૉ.મોતી દેસાઈ (સંયોજક બનાસકાંઠા) ડૉ.આર.ડી ચૌધરી સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ 2015માં ભારતીય વોલીબોલ રમતના હેડ કોચ તરીકે અમેરિકા પણ જઈ આવેલ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર ,બોર્ડ ઓફ સ્પોર્ટસ મેમ્બર, બોર્ડ ઓફ સ્ટડી મેમ્બર રહી ચૂક્યા છે . તેઓશ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી ગાઈડ તરીકે અને અખિલ ભારતીય મહાશૈક્ષિક સંઘ બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેઓશ્રીની અધ્યાપક કલ્યાણ મંડળના પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી થવા બદલ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે આનંદની લાગણી પસરી છે


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.