ગઢડા પો.સ્ટે વિસ્તારમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી ટીમ
(અસરફ જાંગડ દ્વારા)
તા:-૦૫/૦૯/૨૦૨૪ ના રોજ પો.સબ.ઇન્સ.એ.એમ.રાવલ તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે ગઢડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે ગોરડકા ગામે રહેતા અતુલભાઇ વજુભાઈ ઓતરાદી વાળો પોતે કોઇપણ જાતની ડિગ્રી વગરપોતાની ડોકટર તરીકે ઓળખ આપી પોતે ડોકટર હોવાનુ જણાવી પ્રાઇવેટ દવાખાનું ચલાવે છે જેથી એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ જયેશભાઇ ગભરૂભાઈ ધાધલ તથા હેડ કોન્સ. ગોવિંદભાઈ કાળુભાઇ ગળચર તથા પો.કોન્સ.કલ્પેશભાઈ રમેશભાઇ સાપરા નાઓ તથા મેડીકલ ઓફિસરને સાથે રાખી સ્થળ ઉપર જઇ તપાસ કરતા હકિકત મુજબ અતુલભાઇ વજુભાઇ ઓતરાદી ઉ.ક-૨૪ રહે. ગોરડકા તા.ગઢડા જી- બોટાદવાળો પોતાના ગામમાં કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા ડોકટર હોવાનો દેખાવ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દવાખાનુ ચલાવી જુદા જુદા દર્દો મટાડવાની દવાની ટીકડીઓ, ગ્લુકોઝના પ્રવાહી ભરેલા બાટલાઓ તથા સીરીજ તથા નીડલ તથા ભીપીમીટર મળી કુલ રૂ. ૧૭૦૬૨.૯૪/- નો મેડીકલ પ્રેક્ટીસને લગતો સામાન તથા રોકડમળી આવતા મજકુર વિરૂધ્ધ મેડીકલ ઓફિસરને સાથે રાખીકાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.