રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓ ખાતે “શિક્ષકદિન” ની ઉજવણી કરવામાં આવી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓ ખાતે “શિક્ષકદિન” ની ઉજવણી કરવામાં આવી.


રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ICDS (અર્બન) હસ્તકની તમામ ૩૬૪ આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો દ્વારા તા.૫/૯/૨૦૨૪ના રોજ “શિક્ષક દિન“ ની ઉજવણી કરવામાં આવેલ છે, બાળકો જ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેન બનીને પૂર્ણ આયોજન સાથે બાળકો શિક્ષક બનીને આજની થીમ મુજબનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકો દ્વારા જ બાળકોને આપવામાં આવ્યું. બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ એક ખૂબ સારો પ્રયત્ન સાબિત થયો હતો. આપણા દેશમાં પમી સપ્ટેમ્બરના દિવસને “શિક્ષક દિન“ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવવામાં આવે છે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ શિક્ષકને એક ગુરુનો દરજ્જો મળ્યો છે, એટલે જ તો કહેવાયું છે કે,“ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ......” રાજકોટ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ તથા અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તથા નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે અને પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની તમામ ૩૬૪ આંગણવાડીઓ ખાતે “શિક્ષક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.