સોના-ચાંદીના સિક્કા અને લગડી બજારમાંથી ખૂટી ગયા, રાજકોટમાં માત્ર 12 કલાકમાં 90 કરોડથી વધુનો વેપાર થયો
લગ્નપ્રસંગ, ધનતેરસ માટે ઘરેણાંનું એડવાન્સ બુકિંગ થઇ ગયું, દાગીના કરતા સિક્કા વધુ વેચાયા.
ગુરુવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં સોની બજારમાં ધનતેરસ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9.00 કલાકે જ બજારમાં ઘરાકી નીકળી હતી અને સોના-ચાંદીની ખરીદી રાત્રે 9.00 કલાક સુધી ચાલી હતી. આમ ગુરુપુષ્યામૃત નક્ષત્રને કારણે 12 કલાકમાં જ રૂ.90 કરોડનો વેપાર થઈ ગયો હતો. જે સામાન્ય દિવસ કરતા બેથી અઢી ગણો હતો. લોકોએ શુભ મુહૂર્તમાં સોના-ચાંદીની ખરીદી શુકન માટે કરી હોવાથી ઘરેણાં કરતા સોના-ચાંદીના સિક્કા અને લગડીની ડિમાન્ડ વધુ રહી હતી. જેને કારણે સાંજ સુધીમાં તો સોના-ચાંદીના સિક્કા અને લગડી બન્ને ખૂટી ગયા હતા. સવારથી જ બજારમાં લોકો પહોંચી ગયા હતા અને ખરીદી માટેનો ધસારો રાત સુધી ચાલુ રહ્યો હતો. જેને કારણે માંડવી ચોક અને સોની બજારથી લઈને પેલેસ રોડ સુધીનું અંતર કાપતા અંદાજિત દોઢ કલાકનો સમય લાગ્યો હતો. આવી ખરીદી અંદાજિત 6 મહિના બાદ નીકળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.