અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી દ્વારા અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સક્ષમ અધિકારીશ્રીની મંજુરી વિના જાહેર સ્થળોએ ધરણાં, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારુ જાહેર સ્થળે ચારથી વધુ ઈસમો એકત્રિત ન થાય તે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા આમુખ પત્રથી પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી, મોડાસાએ અત્રે દરખાસ્ત કરેલ છે. જે વાજબી જણાય છે. જે પરત્વે હું જાહેરનામું બહાર પાડું છું.
વાસ્તે, હું એન. ડી. પરમાર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અરવલ્લી જિલ્લો, મોડાસા ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ (સને ૧૯૫૧ નો ૨૨ મો) ની કલમ - ૩૭ (૩) મુજબ મને મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૨૫/૧૧/૨૦૨૩ ના કલાક ૦૦.૦૦ થી તા. ૦૯/૧૨/૨૦૨૩ ના કલાક ૨૪.૦૦ (બંને દિવસો સહિત) સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનધિકૃત રીતે / ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્રિત થવા પર તથા કોઈ સભા ભરવા કે બોલાવવા અને કોઈપણ જાતના સભા - સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવું છું.
વધુમાં, આદેશ કરું છું કે, આ આદેશો નીચેનાને લાગુ પડશે નહી.
(૧) સરકારી નોકરીમાં / ફરજ ઉપર હાજર હોય તેવી વ્યક્તિઓને
(૨) કોઈ લગ્નના વરધોડાને
(૩) કોઈ સ્મશાન યાત્રાને.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૫ (૩) હેઠળ તેમજ ભારતના ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ – ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ - ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.