ફાયર એન.ઓ.સી.ને લઈ કાર્યવાહી , અમદાવાદમાં ત્રણ હાઈરાઈઝ બિલ્ડિંગના ૧૨૭ યુનિટ સીલ - At This Time

ફાયર એન.ઓ.સી.ને લઈ કાર્યવાહી , અમદાવાદમાં ત્રણ હાઈરાઈઝ બિલ્ડિંગના ૧૨૭ યુનિટ સીલ


        અમદાવાદ, શુક્રવાર, 24 જુન,2022અમદાવાદ શહેરમાં ફાયર એન.ઓ.સી.ના લેવા મામલે શાહપુર ઉપરાંત
મણીનગર તથા થલતેજમાં આવેલા ત્રણ હાઈરાઈઝ બિલ્ડિંગના ૧૨૭ યુનિટ ફાયર વિભાગ દ્વારા
સીલ કરવામાં આવ્યા છે.આગામી દિવસમાં વધુ બિલ્ડિંગના એકમ સીલ કરવામાં આવશે.

ફાયર એન.ઓ.સી.લેવા મામલે અમદાવાદ ફાયર વિભાગ તરફથી ૨૦ જુનના
રોજ શાહપુરમાં આવેલા પુષ્પક ટાવર ઉપરાંત મણીનગરના ટ્રેડ સેન્ટર તથા થલતેજમાં આવેલા
હોટલ કેમ્બે ગ્રાન્ડનો વપરાશ બંધ કરવાનો હુકમ પાઠવી ત્રણ દિવસમાં ફાયર
એન.ઓ.સી.મેળવી લેવા  મુદત આપવામાં આવી
હતી.આમ છતાં આ ત્રણ હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગના વપરાશકારો દ્વારા ફાયર
એન.ઓ.સી.મેળવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ત્રણ બિલ્ડિંગના ૧૨૭ યુનિટને
સીલ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.