પ્રિયંકાએ કહ્યું- લગ્ન પછી મધર ટેરેસા સિસ્ટર્સમાં કામ કર્યું:બાળકોને હિન્દી-અંગ્રેજી ભણાવતી, બાથરૂમ સાફ કર્યા; વાયનાડની બે દિવસની મુલાકાતે - At This Time

પ્રિયંકાએ કહ્યું- લગ્ન પછી મધર ટેરેસા સિસ્ટર્સમાં કામ કર્યું:બાળકોને હિન્દી-અંગ્રેજી ભણાવતી, બાથરૂમ સાફ કર્યા; વાયનાડની બે દિવસની મુલાકાતે


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બે દિવસની મુલાકાતે વાયનાડ પહોંચ્યા હતા. તેમણે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે 23 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રચારના પ્રથમ દિવસે તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. પ્રિયંકા અહીં નીલગીરી કોલેજમાં વિદ્યાર્થીઓને મળી હતી. આ પછી તેમણે મીનાંગડીમાં જનસભાને સંબોધી હતી. તેણે કહ્યું કે, હું પહેલીવાર બધાને કહી રહી છું કે લગ્ન પછી હું દિલ્હીમાં મધર ટેરેસા સિસ્ટર્સ સાથે જોડાઈ. ત્યાં તે નાના બાળકોને અંગ્રેજી અને હિન્દી શીખવતી હતી. દર મંગળવારે અમે બાથરૂમ સાફ કરીએ, ફ્લોર સાફ કરીએ, ખોરાક રાંધીએ, પેઇન્ટિંગ શીખવીએ અને કેટલીકવાર બહાર ફરવા જઈએ. પ્રિયંકાએ કહ્યું કે, હું 19 વર્ષની હતી. મારા પિતાના મૃત્યુના 6-7 મહિના બાદ મધર ટેરેસા માતા (સોનિયા)ને મળવા ઘરે આવી હતી. તે સમયે મને તાવ હતો. મધર ટેરેસા મને મળ્યા, મારા માથા પર હાથ મૂક્યો. તેમણે મારા હાથ પર તેમની માળા પહેરાવી. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી લોકસભા બેઠક પરથી જીત્યા હતા. તેમણે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી પસંદ કરી અને વાયનાડ છોડી દીધું. આ પછી કોંગ્રેસે રાહુલની બહેન પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી છે. પ્રિયંકા પહેલીવાર ચૂંટણી લડી રહી છે. તેમની સામે ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. અહીં 13મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મી નવેમ્બરે આવશે. પ્રિયંકાનો વાયનાડના લોકોને ખુલ્લો પત્ર
23 ઓક્ટોબરના રોજ ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડના લોકોને એક ખુલ્લો પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ રાહુલ અને વાયનાડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે X પર શેર કરેલા પત્રમાં લખ્યું છે. જનપ્રતિનિધિ તરીકે આ મારી પ્રથમ મુલાકાત હશે, પરંતુ ફાઇટર તરીકે આ મારી પ્રથમ મુલાકાત નહીં હોય. તેમણે લખ્યું કે, થોડા મહિના પહેલા હું મારા ભાઈ સાથે ચૂરમાલા અને મુંડક્કાઈ ગઈ હતી. મેં ભૂસ્ખલનથી થયેલું વિનાશ અને નુકસાન જોયું. હું એવા બાળકોને મળી જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા. હું એવી માતાઓને મળી કે જેઓ તેમના બાળકો અને પરિવારોના શોકમાં રડી રહી હતી, જેમનું આખું જીવન કુદરતના પ્રકોપથી વહી ગયું હતું. તેમણે લખ્યું- છતાં, તમારી સાથે પડેલી દુર્ઘટનાના અંધકાર વચ્ચે, એક સમુદાય તરીકે તમારી હિંમત અને ધૈર્ય મારા માટે સૌથી અલગ હતું. તમે એવી તાકાત સાથે એક થયા છો જે મેં પહેલાં ક્યારેય જોઈ નથી. ડૉક્ટર્સ, જનપ્રતિનિધિઓ, સ્વયંસેવકો, સામાજિક કાર્યકરો, શિક્ષકો, નર્સો, ગૃહિણીઓ, દરેક જણ એકબીજાને મદદ કરવા માટે શક્ય તેટલું કરી રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.