લોહીથી લથપથ જોવા મળી પ્રિયંકા ચોપરા:એક્ટ્રેસે શેર કરી ‘ધ બ્લફ’ ફિલ્મના સેટ પરથી 6 તસવીરો અને વીડિયો, કહ્યું- આ બધો મેકઅપ છે
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ 'ધ બ્લફ'ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શૂટિંગ દરમિયાનની તસવીરો પોસ્ટ કરે છે, તેણે આગામી ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટના કેટલાક BTS ફોટા અને વીડિયો ચાહકો માટે શેર કર્યા છે, જેમાં તે લોહીથી લથબથ અને એક્શન કરતી જોવા મળે છે. આ તસવીરો જોઈને ચાહકો ચિંતામાં પડી ગયા છે. જ્યારે લોકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના કારણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા 'ધ બ્લફ'નું શૂટિંગ કરી રહી છે
હાલમાં પ્રિયંકા તેની આગામી ફિલ્મ 'ધ બ્લફ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મના શૂટિંગના BTS ફોટા અને વીડિયો શેર છે. થોડા સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રી નકલી લોહીથી લથપથ એક ઇન્ટેન્સ એક્શન સિક્વન્સ શૂટ કરતી જોવા મળે છે. તેના સેટની એક ઝલક કેટલીક તસવીરો અને વીડિયોમાં પણ જોઈ શકાય છે. યુઝર્સે ચિંતા વ્યક્તિ કરી
ચાહકોએ આ પોસ્ટ જોતાની સાથે જ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, પોતાનું ધ્યાન રાખ 'ક્વિન'. અન્ય એક યુઝરે લખ્યું- મહેનતુ છોકરી. ત્રીજા યુઝરે લખ્યું- મૂવી મેજિક ફોર રિયલ. ચોથા યુઝરે લખ્યું, 'ફિલ્મની રાહ નથી જોઈ શકતો'.આ પહેલાં ધ એકેડમી ગ્રાન્ડ કેમેન માર્શલ આર્ટ્સ સ્કૂલે પ્રિયંકા અને ન્યુઝીલેન્ડના એક્ટર કાર્લ અર્બનની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓએ ફિલ્મમાં કામ કરતી વખતે મળેલા અદ્ભુત અનુભવ માટે બંને કલાકારોનો આભાર માન્યો હતો. 'ધ બ્લફ'ની વાર્તા શું છે?
'ધ બ્લફ' વિશે વાત કરીએ તો, તે 19મી સદીના કેરેબિયનમાં એક મહિલા ચાંચિયાની વાર્તા છે. પ્રિયંકા આ ફિલ્મમાં ચાંચિયાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં, પ્રિયંકાનું પાત્ર તેના પરિવારને બચાવવા માટે પ્રવાસ પર નીકળે છે જ્યારે તેના ભૂતકાળની કેટલીક ઘટનાઓ ફરી પાછી તેના પરિવારની પાછળ પડી જાય છે. આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં શરૂ થયું છે. ફિલ્મમાં તલવારબાજીના અઢળક સ્ટંટ છે, જેથી ઇજા થવાના ચાન્સ પણ વધારે છે. પ્રિયંકા છેલ્લે 'લવ અગેઇન'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ગ્લોબલ સ્ટાર સાથે એક્ટર સેમ હ્યુગન પણ હતો. ફિલ્મમાં પ્રિયંકા અને સેમનો રોમાન્સ દર્શકોને પસંદ આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.