મંદિરના પુજારીને ધમકી- જીવવું હોય તો મંદિર છોડી દો નહીં તો માથું ધડથી અલગ થઈ જશે
- પુજારી સવારે મંદિરમાં સાફ-સફાઈ અને પૂજા કર્યા બાદ બેઠા હતા તે સમયે દીવાલ પર ધમકીભર્યો પત્ર ચોંટાડેલો જોયો હતોરાજસ્થાન, તા. 15 જુલાઈ 2022, શુક્રવારભાજપના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્માના નિવેદન અને ત્યાર બાદ ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા, ખાદિમોના ઉશ્કેરણીજનક નિવેદનો વગેરેના કારણે દેશનું વાતાવરણ ડહોળાયેલું છે. દેશમાં વ્યાપેલી સાંપ્રદાયિક તંગદિલી વચ્ચે રાજસ્થાનના ભરતપુરમાં MSJ કોલેજના હનુમાન મંદિરના પુજારીને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ અંગે જાણ થયા બાદ મથુરા ગેટ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે પત્રને કબજામાં લઈને આગળની તપાસ હાથ ધરી છે. ઉપરાંત સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ એમએસજે કોલેજના ગેટ પર તાળાબંધી કરી દીધી હતી. ઉપરાંત તેમણે પ્રદર્શન કરીને નારેબાજી કરી હતી અને પુજારીને ધમકી આપનારા બદમાશોની ધરપકડ કરવાની માગણી કરી હતી. શું લખ્યું છે એ પત્રમાંધમકીભર્યા પત્રમાં એવું લખેલું છે કે, 'પંડિત તું મંદિર છોડી દે નહીં તો તારૂં માથું કાપી નાખવામાં આવશે. તારા ઘરવાળાઓને તારૂં માથું પણ નહીં મળે. તારૂં મોત નિશ્ચિત છે. તારો બાપ અને તારી પત્ની જ્યારે ધડ પાસે બેસીને રડશે ત્યારે તારૂં મોઢું પણ નહીં જોઈ શકે. રાતે પણ નહીં મારીએ અને સવારે પણ નહીં મારીએ, તને મંદિરમાં જ કે રસ્તામાં મારીશું. જો તું જીવતા રહેવા માગતો હોય તો મંદિર છોડી દે. તારા પાસે 10 દિવસનો સમય છે. નહીં તો તારૂં મોત નિશ્ચિત છે. જેમ ઉદયપુરમાં કન્હૈયાલાલની જે હાલત થઈ છે તેવું જ તારા સાથે પણ બનશે. અમે તારૂં નામ નથી જાણતા પણ તારૂં મોઢું જોઈ લીધું છે.'આ ઘટના શુક્રવારે સવારે 5:00 વાગ્યા આસપાસના સમયે પ્રકાશમાં આવી હતી. મંદિરના પુજારી તારાચંદ શર્મા પૂજા-અર્ચના કર્યા બાદ મંદિરમાં બેઠા હતા તે સમયે તેમણે ત્યાં એક પત્ર ચોંટાડેલો જોયો હતો. ત્યાર બાદ તેમણે તરત જ પોલીસને આ અંગેની જાણ કરી હતી. આ પત્ર મળ્યા બાદ પુજારી ખૂબ જ ભયભીત થઈ ગયા છે. જોકે પોલીસે ટૂંક સમયમાં જ ધમકી આપનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. આ પણ વાંચોઃ ધમકીઓ, હત્યાની ઘટનાઓ બાદ અજમેર શરીફના દુકાનદારો હોટેલિયર્સની કમાણી 90% ઘટી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.