ટૅક ઘૂસણખોરી:અમેરિકામાં AIનો વ્યાપ વધ્યો, આગામી વર્ષે 90 હજાર ભારતીયોની નોકરી જોખમાં - At This Time

ટૅક ઘૂસણખોરી:અમેરિકામાં AIનો વ્યાપ વધ્યો, આગામી વર્ષે 90 હજાર ભારતીયોની નોકરી જોખમાં


અમેરિકામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો વ્યાપ આઈટી સેક્ટર, કન્ઝ્યુમર સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોના કાળ પછી એઆઈનો ગ્રોથ રેટ 60 ટકાથી વધુ વધી ગયો છે. ગાર્ટનરના રિપોર્ટ અનુસાર અમેરિકામાં આવતા વર્ષે 90 હજાર ભારતીય પ્રોફેશનલ્સની નોકરી જોખમમાં છે. અમેરિકામાં AIને કારણે ત્રણ વર્ષમાં લગભગ 30 હજાર ભારતીય પ્રોફેશનલ્સ નોકરી ગુમાવી છે. આ તમામ પ્રોફેશનલ્સ H1B વિઝા પર છે. હાલમાં અમેરિકામાં H1B વિઝા ધરાવતા લગભગ 6 લાખ ભારતીય વ્યાવસાયિકો છે. AIને કારણે નોકરીઓ ગુમાવવાનો ભય પણ મોટો છે કારણ કે મોટી કંપનીઓ ઝડપથી AI મોડલ અપનાવી રહી છે. અમેરિકામાં ઓટોમેશનના કારણે 2030 સુધીમાં લગભગ 12 મિલિયન લોકો કાં તો તેમની નોકરી ગુમાવશે અથવા તો અન્ય ક્ષેત્રોમાં નોકરી શોધવી પડશે. ફોરેસ્ટરના રિપોર્ટ અનુસાર, IT સેક્ટરમાં AI તેજીની સીધી અસર ભારતીયો પર પડશે. સિલિકોન વેલીમાં પણ 3 વર્ષમાં સ્ટાર્ટઅપ્સમાં નોકરીની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.