મ્યુનિ.બોર્ડ બેઠકમાં થયેલી રજુઆત, કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મામલે કમિશનરના આદેશને ઘોળીને પી જતા અધિકારીઓ - At This Time

મ્યુનિ.બોર્ડ બેઠકમાં થયેલી રજુઆત, કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મામલે કમિશનરના આદેશને ઘોળીને પી જતા અધિકારીઓ


અમદાવાદ,શનિવાર,25
જુન,2022શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક
સભા મળી હતી.આ સભામાં જમાલપુર વોર્ડના કોર્પોરેટરે કોટ વિસ્તારમાં ખાડિયા ઉપરાંત
જમાલપુર અને અન્ય વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ મામલે એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ
કર્મચારીઓ અને અધિકારીઓને આડે હાથ લીધા હતા.તેમણે સીધો આક્ષેપ કરતા કહ્યુ,વોર્ડ
ઈન્સપેકટરથી લઈ એસ્ટેટ ઓફિસર સુધીના તમામની રહેમનજરથી જ એક વખત ગેરકાયદેસર બાંધકામ
બંધાઈ ગયા પછી તુટતા નથી.જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટર રફીક શેખે બોર્ડ
બેઠકમાં ગેરકાયદેસર બાંધકામ મામલે રજુઆત કરતા કહ્યુ,ઈમ્પેકટ ફીનો કાયદો અમલમાં આવ્યો એ સમયથી મ્યુનિસિપલ કમિશનર
અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર યુ.ડી.દ્વારા પરિપત્ર કરીને ગેરકાયદેસર બાંધકામ
થવાની સ્થિતિમાં જે તે વોર્ડના વોર્ડ ઈન્સપેકટરથી લઈ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સુધીના
તમામની જવાબદારી નકકી કરવામાં આવી હતી.આમ છતાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનરના આદેશને પણ એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટરથી લઈને ડેપ્યુટી
એસ્ટેટ ઓફિસર સુધીના તમામ ઘોળીને પી ગયા હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે.ગેરકાયદેસર બાંધકામને અટકાવવામાં આવતા નથી.રહેણાંક ઈમારતો
તોડીને કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યા છે.બીજી તરફ હાલમાં પણ ખાડિયા હોય કે જમાલપુર
કે પછી મધ્યઝોનના અન્ય વોર્ડ વિસ્તારમાં આવેલી પોળ.પોળોમાં રહેતા સામાન્ય વર્ગના
પરિવારના રહીશો સામાન્ય એવુ સમારકામ પણ કરે તો આજ એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટર
થી લઈ અન્ય અધિકારીઓ દ્વારા કનડગત કરવામાં આવતી હોય છે.આ બધુ શહેરના મેયર થી લઈ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કમિશનર સુધીના તમામની નજર સમક્ષ થઈ રહ્યુ હોવા
છતાં એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સામે કયા કારણસર શિક્ષાત્મક કાર્યવાહી
કરવામાં આવતી નથી?કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં સ્થાનિક
કોર્પોરેટરની સંડોવણી હોવાના સમાચાર પણ પ્રસિધ્ધ થતા હોય છે.એસ્ટેટ વિભાગમાં મનની
મરજી મુજબ વોર્ડ ઈન્સપેકટરથી લઈ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સુધીના તમામ કામ કરે
છે.તેમની ઈચ્છા ના હોય તો ૨૫-૩૦ વારનું બાંધકામ તોડી પાડવામાં આવતુ હોય છે અને
તેમની રહેમનજર હોય તો સાત-આઠ માળ સુધીના બિલ્ડિંગ ઉભા થઈ જાય એનો વપરાશ પણ શરુ થઈ
જાય એમ છતાં તેને તોડવામાં આવતા નથી.હેરીટેજ વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરો

જમાલપુરના કોર્પોરેટરે બોર્ડ બેઠકમાં કરેલી રજુઆતમાં શહેરના
કોટ વિસ્તારમાં આવેલા હેરીટેજ મકાન તોડી અને કોમર્શિયલ કોમપ્લેકસ બનાવવામાં આવી
રહ્યા છે એ પાછળ મ્યુનિ.ના હેરીટેજ વિભાગ સામે પણ સ્થાનિકો આંગળી ચિંધી રહ્યા
હોવાનુ કહી હેરીટેજ વિભાગના બેદરકાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરી જો એમની
સંડોવણી પુરવાર થાય તો એમને પ્રમોશન ના આપવુ જોઈએ એવી પણ રજુઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.