વડોદરા: ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી: ચાર કોર્પોરેશનના અને બે ખાનગી કૃત્રિમ તળાવ - At This Time

વડોદરા: ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી: ચાર કોર્પોરેશનના અને બે ખાનગી કૃત્રિમ તળાવ


વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારીના ભાગરૂપે 4 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી છે જેની પાછળ રૂપિયા 60 લાખનો ખર્ચ થનાર છે. જ્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અને ભાજપના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર દ્વારા પણ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છેવડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ વિસ્તારોમાં 12,000 થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષોથી સુરસાગર સહિતના તળાવોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ થોડા સમય પહેલા પર્યાવરણને ધ્યાનમાં રાખી હાઇકોર્ટે આપેલા ચુકાદાને અનુસરીને હવે તળાવનું પર્યાવરણ બગડે નહીં તેને ધ્યાનમાં રાખી કૃત્રિમ તળાવ બનાવવા નું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે શહેરના નવલખી મેદાનમાં તેમજ હરણી સમા રોડ ને જોડતા બ્રિજ પાસે ગુરૂવાર લક્ષ્મીપુરા રોડ પર તેમજ માંજલપુર વિસ્તારમાં ચાર સ્થળે પૃથ્વીને તળાવ બનાવવામાં આવી રહ્યા છે જેમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે પૂર્વ ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું નથી પરંતુ આ વિસ્તારના ગણેશજીનું વિસર્જન હરણીમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં કરવાનું આયોજન નક્કી કર્યું છે. કોર્પોરેશન દ્વારા ચાર કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી થયું છે જેની પાછળ રૂપિયા 60 લાખનો અંદાજિત ખર્ચ થશે.વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારના ઇન્દ્રપુરી યુવક મંડળ દ્વારા કૃત્રિમ તળાવ અર્થાત વિદેશથી કુંડ મંગાવવામાં આવ્યો છે જેમાં છેલ્લા ચાર વર્ષથી ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક દ્વારા અઢીથી ત્રણ ફૂટના માટીના ગણપતી નું વિસર્જન કરવા માટે 15 જેટલી ઈ રીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જે ગણેશ સ્થાપના કરનારના નિવાસ્થાનેથી વિસર્જનકુંડ સુધી ગણેશની પ્રતિમા લાવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન દરમિયાન જે ફૂલહાર નીકળશે તેમાંથી ખાતર બનાવવાનું મશીન પણ મૂકવામાં આવશે જેથી વેસ્ટ માંથી બેસ્ટ નો અભિગમ પણ અપનાવવામાં આવનાર છે.વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 10 ના ભાજપ ના કોર્પોરેટર નીતિન દોંગા દ્વારા પણ ગોત્રી વિસ્તારમાં  કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કૃત્રિમ તળાવ ૩૦ ફુટ લંબાઈ ૨૦ ફુટ પહોળાઈ અને ૪.૬ ફુટ ઊંડાઈ વાળું બનાવવામાં આવ્યું છે જેથી આ વિસ્તારના લોકોને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે. આ કૃત્રિમ તળાવ ગંગા યમુના અને નર્મદા મૈયા ના નિર્મળ જળ થી ભરી દેવામાં આવશે અને આ ત્રણ નદી માતાના પવિત્ર જળમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.