તુ હિન્દુ હોવાનુ દેખાડી રહ્યો છે...નુપુર શર્માના સમર્થન બદલ વધુ એક યુવાન પર તલવાર અને હોકી વડે ઘાતકી હુમલો - At This Time

તુ હિન્દુ હોવાનુ દેખાડી રહ્યો છે…નુપુર શર્માના સમર્થન બદલ વધુ એક યુવાન પર તલવાર અને હોકી વડે ઘાતકી હુમલો


નવી દિલ્હી, તા.7. ઓગસ્ટ, 2022 રવિવારનુપુર શર્માનુ વિવાદિત પોસ્ટ બદલ સમર્થન કરનારા વધુ એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના અહેમદનગરમાં આ ઘટના બની છે.મળતી વિગતો પ્રમાણે અહેમદનગરના કરજતના યુવાન પ્રતિક પવારે નુપુર શર્મના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ડીપી મુકી હતી.જેનો બદલો લેવા માટે અન્ય સમુદાયના 10 થી 15 લોકોએ પ્રતિકને ધમકાવ્યો હતો .તેમની પાસે હોકી સ્ટિક અને તલવાર જેવા હથિયારો હતો.આ હુમલાખોરોએ પ્રતિકને કહ્યુ હતુ કે, તુ હિન્દુ હોવાનુ બતાવી રહ્યો છે એટલે તારા પર હુમલો કરી રહ્યા છે.એ પછી તેના પર આ હુમલાખોરો તુટી પડયા હતા.પ્રતિક બેહોશ થઈ ગયો ત્યારે ટોળાને લાગ્યુ હતુ કે તે મરી ગયો છે .જોકે હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પ્રતિક જીવતો હોવાનુ જાણવા મળ્યુ હતુ.ડોકટરોનુ કહેવુ છે કે, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.તેની પાંસળીઓ તુટી ગઈ છે અને તેને 35 ટાંકા લેવા પડ્યા છે.દરમિયાન ભાજપના ધારાસભ્ય નિતિશ રાણેએ કહ્યુ ચે કે, જો હિન્દુઓ પર આ રીતે હુમલા ચાલુ રહેશે તો હિન્દુઓના હાથ પણ બંધાયેલા નથી.મહારાષ્ટ્ર શરિયાથી નહીં પણ સંવિધાનથી ચાલશે.હિન્દુઓ પર નુપુર શર્માના સમર્થન કરવા બદલ ઉપરા છાપરી હુમલા થઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.