પ્રભાસ 10 ઓગસ્ટથી 'સાલાર 2'નું શૂટિંગ કરશે:વરસાદને કારણે શૂટિંગમાં મોડું થયું, ફિલ્મ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે - At This Time

પ્રભાસ 10 ઓગસ્ટથી ‘સાલાર 2’નું શૂટિંગ કરશે:વરસાદને કારણે શૂટિંગમાં મોડું થયું, ફિલ્મ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે


આજકાલ પ્રભાસ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'કલ્કી 2898 AD'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ પહેલાં પ્રભાસે પ્રશાંત નીલ સાથે હોમ્બલે ફિલ્મ્સના પ્રોડક્શનની ફિલ્મ 'સાલાર'માં પહેલીવાર કામ કર્યું હતું. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. પિંકવિલાના રિપોર્ટ મુજબ, 'સાલાર 2' નું શૂટિંગ 10 ઓગસ્ટથી શરૂ થશે અને તેનું 15 દિવસનું શેડ્યૂલ રામોજી ફિલ્મ સિટીમાં યોજાશે. શૂટિંગ 8 મહિનામાં પૂરું કરવામાં આવશે, કારણ કે હોમ્બલે 2025ના અંત સુધીમાં 'સાલાર'ની સિક્વલ રિલીઝ કરવા માગે છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે સિક્વલનું 20% શૂટ કરી ચૂક્યા છે. હોમ્બલ, ​​​​​​પ્રભાસ અને પૃથ્વીરાજ ફિલ્મ 'સાલાર 2' અંગે ખુબ જ ઉત્સાહિત છે. તેઓને સિક્વલમાં પૂરો વિશ્વાસ છે. સિક્વલની વાર્તા કોરોના મહામારી દરમિયાન જ લખવામાં આવી હતી. જેમાં ડ્રામા અને રાજકારણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભાસ સિવાય પૃથ્વીરાજ સુકુમારન, બોબી સિમ્હા, શ્રુતિ હાસન, જગપતિ બાબુ, શ્રિયા રેડ્ડી જેવા કલાકારો 'સાલાર'માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. પ્રભાસ 'સાલાર 2' ઉપરાંત સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત 'સ્પિરિટ'માં પણ જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.