બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ સ્થાપના તથા વિસર્જન આયોજકો તથા ડીજે માલિક સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજક તથા D. J માલિક સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં D.J માલિકો તથા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
બાલાસિનોર તાલુકા.પોલીસ સ્ટેશન પી..આઈ ની અધ્યક્ષતામાં બાલાસિનોર તાલુકાના ગણપતિ મંડળના આયોજકો અને ડીજે સંચાલકો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થા બાબતે પી. આઈ દ્વારા ગણપતિ મંડળના આયોજકોને ગણપતિ ઉત્સવ બાબતે જરૂરી સુચનાઓ આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં બાલાસિનોર તાલુકામાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે.
આગામી તા.7 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ગણપતિ ની સ્થાપના બાદ ધાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે. ગણપતિ આગમન તેમજ વિસર્જન માં ભારે સંખ્યા માં લોકો ની ઉપસ્થિત રહેશે ત્યારે તે દરમિયાન ડીજે સંચાલકો દ્વારા કોઈ ધર્મ ની લાગણી દુભાય કે વ્યવસ્થા માં ક્ષતી પહોંચે તેવા ગીતો ન વગાડવા પરંતુ ધાર્મિક ગીતો તહેવાર ને અનુરૂપ વગાડવા માટે જણાવ્યું હતું. તેમજ આગામી ગણેશોત્સવ દરમિયાન બાલાસિનોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક મંડળ તેમજ ડીજે સંચાલકો ને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.