ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માત - At This Time

ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માત


ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માત

આ ધટના માં હાઇવે ની બેદરકારી ......

રોડ પર પાથરેલ સંતાનોના કારણે થયો અકસ્માત

ઇજા ગ્રસ્ત ને રાજુલા ની સમર્પણ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવા માં આવ્યા

ભાવનગર સોમનાથ હાઇવે પર ચારનાળા નજીક મોરી કંપની પાસે અકસ્માતની ઘટના બનવા પામેલ આ ઘટનામાં ફોરવીલ ગાડીમાં કુલ ત્રણ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઇજાના સમાચાર મળી રહ્યા છે ઇજા ગ્રસ્ત તમામ ઉનાના હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ ઘટનાની જાણ રાજુલા 108 ને છતાં રાજુલા 108 ઘટના સ્થળે દોડી આવેલી અને ત્યારબાદ તમામ ઇજા ગ્રસ્ત ને રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ઇજા ગ્રસ્ત વ્યક્તિ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજા ગ્રસ્ત વ્યક્તિ ઉના ખાતેની મહેતા હોસ્પિટલ ના ટ્રસ્ટી હોવાનું જાણવા મળતા મહેતા હોસ્પિટલની એમ્બ્યુલન્સ રાજુલા ખાતે આવતા તેમને ઉના ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ અકસ્માતની ઘટનામાં ચાલકના જણાવવા પ્રમાણે હાઇવે પર રોડ ઉપર પાથરવામાં આવેલા કંતાન ના કારણે આ અકસ્માતની ઘટના બનવા પામેલ છે ત્યારે ફરી એકવાર આ ઘટનામાં હાઇવે ની બેદરકારી સામે આવી..


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.