વિસાવદર પી.જી.વી. સી.એલ ની રકમ જમા નહિ કરાવતા જેલની સજા ફટકારતી વિસાવદર કોર્ટ
વિસાવદર પી.જી.વી. સી.એલ ની રકમ જમા નહિ કરાવતા જેલની સજા ફટકારતી વિસાવદર કોર્ટ
પી.જી.વી.સી.એલ.ની રકમ નહિ ભરો તો જેલ ભોગવવા તૈયાર રહેજો :નાયબ ઈજનેર કમલ અખેણીયા
વિસાવદરતા.વિસાવદર પી.જી.વી.સી.એલ. કંપની ના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા વિસાવદર શહેરમાં રહેતા અશોકભાઈ મોહનભાઇ મકવાણા સામે જે તે સમયના તત્કાલીન અધિકારી દ્વારા પાવરચોરીનું બિલ આપી દાવો કરવામાં આવેલ જે દાવો મંજુર થઈ ગયા બાદ આ કામના પ્રતિવાદીએ પી.જી.વી.સી.એલ. કંપનીમાં રકમ નહિ જમાં કરાવતા તેમની સામે વિસાવદર કોર્ટમાં દિવાની દરખાસ્ત દાખલ કરેલી હતી જે દરખાસ્તના કામમાં જંગમ જપ્તી વોરન્ટ કાઢવા છતાં માત્ર એક હજાર જેવી રકમ વસુલ આવેલ ત્યારબાદ પી.જી.વી.સી.એલ દ્વારા જિલ્લાના અધિકારી બી.ડી.પરમાર સાહેબની સૂચનાથી આ કામના પ્રતિવાદીને જેલમાં બેસાડવાની માંગણી કરવામાં આવેલ હતી જે અરજી પણ નામદાર કોર્ટ દ્વારા સાંભળવા માટે રાખેલ અને તેમાં પ્રતિવાદીને નોટિસ કરતા તેઓ કોર્ટમાં હાજર રહેલા અને રકમ ભરી શકે તેમ ન હોવાનું જણાવતા પી.જી.વી.સી.એલ. કંપનીના અધિકારીની રજુઆત ધ્યાને લઇ રૂપિયા એક લાખ પિંચાસી હજાર નવસો બોતેર રુપિયા નહિ ભરવા બદલ પ્રતિવાદી અશોકભાઈ મોહનભાઇ મકવાણા ને વિસાવદરના સિવિલ જજ સાહેબ એસ.એસ.ત્રિવેદી દ્વારા ૭૮ દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમ કરતા વિજબીલ નહિ ભરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિસાવદર પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી શ્રી અખેણીયાએ જણાવેલ કે જે લોકો આ રીતે પી.જી.વી.સી. એલ. ની રકમ નહિ ભરે તેઓને જેલમાં બેસાડવા કોર્ટમાં દરેક કેસોમાં રજુઆત કરી હુકમ મેળવશે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.