ચૂડા તાલુકાના કરમડ ગામે ગુરુકુળના પંચાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
ચૂડા તાલુકાના કરમડ ગામે ગુરુકુળના પંચાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કરમડ ગામે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે તા. ૧૬મીથી ૧૮ દરમિયાન પંચાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં રવિવારે રાજયના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યુ કે, સ્વામીનારાયણ સંપ્રદાયે ગુરૂકુળ પરંપરાને જીવંત રાખી છે. આ પ્રસંગે તેઓએ ૨ હજાર વિદ્યાર્થીઓ રહી શકે તેવા નુતન છાત્રાલયનો શીલાન્યાસ પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, ભારતમાં ઋષીમુનીઓ સમયથી ગુરૂકુળની પરંપરા ચાલી આવે છે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ ગુરૂકુળમાં રહ્યા હતા. ત્યારે હાલ સ્વામીનારાયણ સંપ્રદાયે આ પરંપરાને જીવંત રાખી છે. ઉપરાંત ૫૧ યુગલોના સમુહ લગ્નોત્સવ, શ્રીમદ્દ સત્સંગી જીવન કથા, બીજમંત્ર અનુષ્ઠાન, સર્વરોગ નીદાન કેમ્પ, રકતદાન કેમ્પ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતુ.આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કીરીટસીંહ રાણા, પી.કે. પરમાર ભાજપ પ્રમુખ હીતેન્દ્રસીંહ ચૌહાણ સહિત સંતો અને હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.