જસદણ નગરપાલિકાની કચરા પેટીની પ્લેટની થઈ ચોરી : કોન્ટ્રાક્ટરે કરી ફરિયાદ
વઢવાણ તાલુકાના વડનગર ગામના સેલાભાઈ મોતીભાઈ મકવાણા જેવો જસદણ નગરપાલિકા કચેરીના જુદા જુદા વિભાગોના ભંગારનો માલ સામાન લેવા માટેનો વર્ક ઓર્ડર નો કોન્ટ્રાક્ટ રાખેલ હતો. અને વાજસુરપરામાં નવી નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં રહેલ મોટી કચરા પેટીઓ લોખંડની નંગ 66 રાખેલ હતી. જે કચરાપેટીઓની અલગ અલગ પ્લેટો બનાવીને પેટીઓ તોડવાનું કામ ગત તારીખ 01/10/2023 થી ચાલુ કરેલ હતું ગઈ તારીખ 09/10/ 2023 ના રોજ સવારના આશરે 8 વાગ્યે જેવો નગરપાલિકાના ગ્રાઉન્ડ ખાતે આવતાં લોખંડની કચરા પેટીઓ તોડેલ પ્લેટોનો ઢગલો જોવામાં આવેલ નહીં, જેનો વજન 325 કિલોગ્રામ જેટલો હતો, કુલ કિંમત આશરે 9750 મુદ્દા માલ ની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જતા જસદણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુંધ ફરિયાદ દાખલ કરાઈ હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.