લકડિપોયડા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
રાજ્યના દરેક નાગરિક સુધી સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી અને યોજનાના લાભો પહોંચાડી શકાય એવા શુભ હેતુથી ગામોગામ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત લુણાવાડા તાલુકાના લકડિપોયડા ગામ ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને કાર્યક્ર્મ યોજાયો હતો.
મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, સંકલ્પ યાત્રાનો રથ એટલે કે વડાપ્રધાનશ્રીની ગેરેન્ટીવાળી ગાડી ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. દેશના ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવા તેમજ લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરે પૂરો લાભ આપી શકાય. સરકારની પારદર્શક વ્યવસ્થાથી વિકાસના ફળો, આર્થિક સહાય લાભાર્થી સુધી પહોંચી રહી છે.
આ પ્રસંગે સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વિકાસની સતત ચાલતી પ્રક્રિયા અન્વયે દેશ અને રાજ્યવ્યાપી વિકસિત ભારત યાત્રા થકી વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીની યોજનાઓ આપને દ્વાર આવી છે ત્યારે વંચિતોને લાભ મળે તેવા સહિયારા પ્રયત્નો હર હંમેશ કરતા રહીએ. તેમજ આ સંકલ્પ રથયાત્રા થકી ગામોગામ લોકોને સફળતાપૂર્વક યોજનાકીય માહિતી તેમજ યોજનાના લાભો મળી રહ્યા છે.
આ કાર્યકમમાં 'મેરી કહાની-મેરી જુબાની' થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો અંગે વર્ણન કરી સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહાનુભાવોએ દેશને સુશિક્ષિત અને વિકસિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. વિભાગોના સ્ટોલ થકી ગ્રામજનોને માહિતી આપવા તેમજ વિવિધ યોજનાના લાભ લેવા પ્રેરિત કરાયા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.