વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવનું અને વિવિધ વિકાસના પ્રકલ્પોનો લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવનું અને વિવિધ વિકાસના પ્રકલ્પોનો લોકાર્પણ કરવામાં આવ્યું


દાહોદ સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ભારતના વડાપ્રધાન, ૨૦૪૭ સુધી દેશને વિકસીત દેશ બનાવનારનું જેમનું સપનું છે તેવા નરેન્દ્રભાઈ મોદીનું મન દાહોદ સાથે જોડાયેલું છે- સાંસદ જસવંતસિંહ ભાભોર.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છોટાઉદેપુરના બોડેલી ખાતેથી સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ , જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા-પાલ્લી નું લોકાર્પણ તેમજ એફ. એમ. સ્ટૂડિઓનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે દાહોદ છાબ તળાવ ખાતે દાહોદ સાંસદશ જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દાહોદ સાંસદ એ જણાવ્યું હતું કે , ભારતના યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી, ૨૦૪૭ સુધી દેશને વિકસીત દેશ બનાવનારનું જેમનું સપનું છે તેવા નરેન્દ્રભાઈ મોદીનું મન દાહોદ સાથે જોડાયેલું છે તેમના હસ્તે રૂા. ૧૧૭.૩૦ કરોડનાં ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ સહિતના કામોનું લોકાર્પણ કરાયું છે. છાબ તળાવમાં જાહેર સુવિધા અને મનોરંજન માટે બગીચાઓ, બોટિંગ સુવિધા, 2.5 કિમી લાંબો પાથ-વે અને સાયકલિંગ ટ્રેક, રૂફટોપ સોલાર, એમ્ફીથિયેટર વગેરે સાથે આ તળાવનું બ્યુટીફિકેશન સામેલ છે.વધુમાં પાણીની ગુણવત્તામાં સુધારો થવાથી રોગચાળા સંબંધિત બીમારીઓ તળાવની આસપાસ ઓછી થશે.
ઇતિહાસ અને દાહોદ એકબીજા ના પુરક છે. દાહોદના સર્વાંગી વિકાસ કરનારા વડાપ્રધાનનો આભાર માન્યો હતો સાથે શહેરને પીવાના પાણીની ભેટ વડાપ્રધાને આપી છે. મેડીકલમાં પણ ઝાયડસ્ હોસ્પિટલની ભેટ નરેન્દ્ર મોદી એ આપી છે. રેલ્વે એન્જીન બનાવવાનું કારખાનું પણ હાલ બની રહ્યું છે. દશ વર્ષમાં રેલ્વે દ્વારા ફાટક મુક્ત બનાવવા નું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે બાહુલ્ય આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ રેડિયો પ્રસારણનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક (BIND) યોજના હેઠળ દાહોદમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦ કિલો વોટના એફએમ રેડિયો સ્ટુડિયો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ખાતમુહૂર્ત કર્યુ હતું .
દાહોદ ખાતે શરૂ થનાર ૧૦ કિલોવોટ એફએમ સ્ટેશન લગભગ ૫૫ કિ.મી. ત્રિજ્યા વિસ્તારોને કવરેજ કરે તેવુ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આદિવાસી જિલ્લા દાહોદનો લગભગ ૭૫ ટકા વિસ્તાર કવરેજ હેઠળ આવનાર છે. વધુમાં આ ટ્રાન્સમીટર આંશિક રીતે અલીરાજપુર અને ઝાબુઆ સહિત મધ્ય પ્રદેશના સરહદી આદિવાસી જિલ્લાઓમાં પણ કવરેજ પ્રદાન કરશે.
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દાહોદ નગરની જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ થકી દાહોદ નગરની જળ વ્યવસ્થાપન અને વિતરણ વ્યવસ્થા આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી વધુ સુદ્રઢ બનશે
રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત આ જવાહર નવોદય વિદ્યાલય દાહોદના લીમખેડા તાલુકાના પલ્લી ગામે બનાવવામાં આવી છે. ૩૦ એકર વિસ્તારમાં ફેલાયેલી આ કેન્દ્રીય વિદ્યાલય અનેક સુવિધાઓથી સંપન્ન છે. જેમાં ૧૪ વર્ગખંડ, ૪ લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ રૂમ સહિત સ્કૂલ ઈમારત; ૧૯૨ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું બોયઝ ડૉર્મિટરી, ૯૬ વિદ્યાર્થિનીઓની ક્ષમતાવાળું ગર્લ્સ ડૉર્મિટરી, કિચન, ૫૬૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો ડાઈનિંગ હોલ, ક્વાર્ટ્સ, ૨ વોલી બોલ કોર્ટ-૨ બાસ્કેટ બોલ કોર્ટ અને રનિંગ ટ્રેક સહિતની સુવિધાઓવાળું રમતનું મેદાન, પમ્પ હાઉસ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે દાહોદ કલેકટર હર્ષિત ગોસાવી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,મહેશભાઇ ભૂરિયા,રમેશભાઈ કટારા , મહેન્દ્રભાઇ ભાભોર,શૈલેશભાઈ ભાભોર,જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ , અધિક નિવાસી કલેક્ટર એ બી પાંડોર ,અગ્રણી શંકરભાઇ આમલિયાર , નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.