હવે દર મહિને તમારા વીજળીના બિલના યુનિટદીઠ દર બદલાશે - At This Time

હવે દર મહિને તમારા વીજળીના બિલના યુનિટદીઠ દર બદલાશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારકેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા નવા તૈયાર કરવામાં આવી રહેલા ઇલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) રૃલ્સ ૨૦૨૨માં  ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએ હેઠળ વીજળીના યુનિટદીઠ આવતો વધારો દર મહિને જ ગ્રાહકો પાસેથી વસૂલી લેવાની છૂટ આપતો તઘલઘી નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ પોતાના વીજ ઉત્પાદન મથકોની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માંડ ૫૦થી ૫૫ ટકા વીજળી પેદા કરીને બાકીની વીજળી બહારથી યુનિટદીઠ રૃા. ૧૨ સુધીના ભાવે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના માધ્યમથી ખાનગી સપ્લાયર પાસેથી ખરીદતી હોવાથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે દર મહિને નવી નવી રકમનો વીજ ખર્ચનો બોજ વધતો રહેવાની સંભાવના રહેલી છે. દેશભરની સરકારી વીજ કંપનીઓની ખોટ વધીને રૃા. ૨.૧૩ લાખ કરોડથી વધી ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.નવા તૈયાર થયેલા નિયમોમાં એક નિયમ એવો પણ છે કે પાવર પરચેઝ કોસ્ટ દર મહિને જેટલો પણ વધારો આવે તે તમામ વધારો વીજ વપરાશકારો પાસેથી વસૂલી લેવાના રહેશે. તેને માટે ગુજરાતમાં જર્કની એટલે કે ગુજરાત વીજ નિયમન પંચની આગોતરી મંજૂરી લેવાની જરૃર જ નથી. અત્યારની વ્યવસ્થા હેઠળ વીજ વિતરણ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો આપોઆપ જ વધારો કરી શકે છે.તેનાથી વધુ વધારો કરવો હ ોય તો તેવા સંજોગોમાં તેમણે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી મંજૂરી માગવી પડે છે. આ મંજૂરી મળ્યા પછી જ અને મંજૂરી મળી હોય તેટલા પ્રમાણમાં જ વીજળીના યુનિટદીઠ દરમાં તેનો ઉમેરો કરીને ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે. હવે આ બંધનમાંથી વીજ વિતરણ કંપનીઓને મુક્તિ મળી જવાની સંભાવના છે. જો ત્રણ મહિના પછી નવા નિયમોનો અમલ ચાલુ કરીદેવાય તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દર મહિને સંપૂર્ણ પાવર પરચેઝ કોસ્ટ વસૂલ કરતી થઈ જશે. એપ્રિલથી જૂન ૨૦૨૨-૨૩ના પહેલા ત્રિમાસિક ગાળાની ગુજરાતની વીજ કંપનીઓની પાવર પરચેઝ કોસ્ટ યુનિટદીઠ સરેરાશ રૃા. ૫.૭૫ની આવે છે. તેમાંથી રૃા. ૪.૫૭ વસૂલ કરવાની તેમને છૂટ મળી ગઈ છે. આમ ત્રણ જ મહિનામાં પાવર પરચેઝ કોસ્ટમાં યુનિટદીઠ રૃા. ૧.૧૮નો વધારો આવી ગયો છે. આ જ ત્રણ માસના ગાળામાં ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લૉસ ૧૫ ટકાનો રહ્યો છે. તેને કારણે યુનિટદીઠ બીજા ૨૧ પૈસાનો બોજ ગ્રાહકોને માથે આવ્યો છે. આ ત્રણ જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ રૃા. ૧.૩૯નો વધારો આવ્યો છે. અત્યાર સુધીની કુલ એફપીપીપીએની યુનિટદીઠ રકમ રૃા. ૩.૨૯ થઈ છે. તેમાંથી યુનિટદીઠ રૃા. ૧.૯૦ વસૂલવામાં આવી રહ્યા છે. જર્ક પાસે ગયા પછી તેમને યુનિટદીઠ રૃા. ૨.૬૦ એફપીપીપીએ પેટે વસૂલ કરવાની છૂટ મળી છે. તેથી ગુજરાતના વીજ ગ્રાહકો પાસેથી આજની તારીખે પણ યુનિટદીઠ ૬૯ પૈસાવસૂલવાના બાકી છે. મહિને ૨૦૦ યુનિટ વીજળી વાપરનારના વીજળીના બિલમાં રૃા. ૧૭૩નો વધારો થશેનવા નિયમો દર મહિને વધતી સંપૂર્ણ પાવર પરચેઝ કોસ્ટ વસૂલી લેવામાં આવેે તો  મહિને ૨૦૦ યુનિટ વીજળી વાપરનારાઓના વીજ બિલમાં રૃા. ૧૭૩નો અને મહિને ૪૦૦ યુનિટ વીજળી વાપરનારાઓના વીજ બિલમાં રૃા. ૩૮૪નો વધારો થઈ જશે. આપણે જૂના અને નવા દર અંદાજિત દર પ્રમાણે વીજ બિલમાં જોવા મળનારા વધારાની વિગતે સમજીએ તો નીચે દર્શાવ્યા મુજબની સ્થિતિ સર્જાશે.શિર્ષકે  મહિને ૨૦૦ મહિને ૪૦૦  યુનિટ વપરાશ યુનિટ વપરાશ જૂના દર નવા દર    જૂના દર નવા દરફિક્સ કોસ્ટ-મહિન રૂ.૭૦ રૂ.૭૦    રૂ.૭૦ રૂ.૭૦વીજ વપરાશનો ચાર્જ-મહિને રૂ. ૭૪૩ રૂ.૭૪૩ રૂ.૧૬૫૯ રૂ. ૧૬૫૯એફપીપીપીએ ચાર્જ-મહિને રૂ.૫૨૦ રૂ.૬૫૮ રૂ.૧૦૪૦ રૂ. ૧૩૧૬કુલ માસિક ચાર્જ                રૂ. ૧૩૩૩ રૂ.૧૪૭૧ રૂ.૨૭૬૯ રૂ. ૩૦૪૫ઇલેક્ટ્રિસિટી ડયૂટી                રૂ.૨૦૦ રૂ. ૨૩૫ રૂ.૪૧૫ રૂ.૪૫૭કુલ વીજ બિલ                રૂ.૧૫૩૩ રૂ.૧૭૦૬ રૂ.૩૧૧૮ રૂ.૩૫૦૨યુનિટદીઠ ચાર્જ                રૂ. ૭.૬૭ રૂ.૮.૫૩ રૂ. ૭.૮૦ રૂ. ૮.૭૬યુનિટદીઠ વધારો        રૂ.૦.૦૦ રૂ.૦.૮૬ રૂ.૦.૦૦ રૂ. ૦.૯૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.