માધાપર ચોકડીએ અન્ડરબ્રિજ બનાવવા માટે તૈયારી શરૂ કરાઈ
ઓવરબ્રિજ તૈયાર થતા હવે બીજા ફેઝનું કામ ચાલુ થશે
રાજકોટ શહેરના માધાપર ચોકમાં તાજેતરમાં જ ઓવરબ્રિજનું કામ પૂરું થતા લોકાર્પણ કરાયું છે અને હાલ વાહનવ્યવહાર ચાલુ છે. જોકે મુખ્ય પ્રોજેક્ટમાં ઓવરબ્રિજની સાથે સાથે રાજકોટ-મોરબી રોડ પર અન્ડરબ્રિજ બનાવવાનો પણ સમાવેશ થાય છે. ઓવરબ્રિજ શરૂ કરીને ટ્રાફિક સમસ્યામાંથી રાહત અપાઈ છે અને હવે અન્ડરબ્રિજનું કામ ચાલુ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.