રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા “અર્હમ યુવા સેવા ગ્રુપ” અને “એનીમલ હેલ્પલાઈન” દ્વારા અબોલ જીવોને દૈનિક ભોજન પીરસતું અન્નક્ષેત્ર - At This Time

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા “અર્હમ યુવા સેવા ગ્રુપ” અને “એનીમલ હેલ્પલાઈન” દ્વારા અબોલ જીવોને દૈનિક ભોજન પીરસતું અન્નક્ષેત્ર


રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા “અર્હમ યુવા સેવા ગ્રુપ” અને “એનીમલ હેલ્પલાઈન” દ્વારા અબોલ જીવોને દૈનિક ભોજન પીરસતું અન્નક્ષેત્ર

 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ‘પરમ જીવદયા રથ’ દ્વારા “અર્હમ યુવા સેવા ગ્રુપ” અને “શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન - રાજકોટ” દ્વારા 2 વિશેષ વાહનોમાં અનેક જીવદયા પ્રવૃતિઓ દરરોજ કરવામાં આવે છે.

અબોલ જીવો માટે રોજીંદુ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.  અન્નક્ષેત્ર  નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓ જેમને ખાવા-પીવાનો પણ અભાવ છે, તેમના માટે ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું સૌપ્રથમ પશુ-પક્ષીઓનું હરતું-ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ અન્નક્ષેત્ર શરૂ કર્યા બાદ સંસ્થા આ પ્રકારના બીજા અનેકો અન્નક્ષેત્રો ચાલુ કરવા માટે અન્ય સંસ્થાઓને પ્રેરણા આપવામાં સફળ બની છે. અન્નક્ષેત્રમાં શહેરમાં વિવિધ સ્થળોએ, ઋતુ અનુસાર 5 થી 15 ગુણી ચણ પક્ષીઓને દરરોજ આપવામાં આવે છે. 25 જેટલા વિસ્તારોમાં રોજ 250 લીટર દુધ અને 50 કિલો લોટની રોટલીનું ભોજન, 700 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 15 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. લોટની 40 કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. દરરોજ 30 કિલો મકાઇનાં ડોડા ખિસકોલીઓને ખવડાવવામાં આવે છે. અન્નક્ષેત્રનો દૈનિક ખર્ચ 15,000 રૂપિયા છે. આ સત્કાર્યમાં સહભાગી થવા ઇચ્છતા દાતાઓને મિત્તલ ખેતાણી (મો. 98242 21999) અને પ્રતિક સંઘાણી (મો. 99980 30393) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. અનુદાન અંગે વિવિધ તિથી યોજનાઓ પણ કાર્યરત છે. સમગ્ર આયોજન અંગે ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં સલાહકાર સમિતિ સભ્ય મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા અને અર્હમ યુવા સેવા ગ્રુપની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

અત્રે ઉલેખ્ખનીય છે કે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.