દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિજળી ગુલ:કાઉન્ટર – ડિજી યાત્રા કામ કરતી બંધ, બોર્ડિંગ અને ચેક-ઇન નથી કરી શકતા મુસાફરો
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે બોર્ડિંગ અને ચેક-ઈન સુવિધાઓ પર અસર પડી રહી છે. T3 ટર્મિનલ પર લાઇટ ન હોવાની માહિતી પણ છે. એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કોઈ છે કે, કાઉન્ટર નથી, કોઈ ડિજી યાત્રા નથી, કંઈ કામ કરતું નથી. પાવર ગ્રીડમાં ખામી સર્જાતા પાવર ફેલ થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટ પર પાવર ગ્રીડમાં ખામીને કારણે પાવર આઉટેજ થયો હતો. જો કે, થોડા સમય બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો અને તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ફ્લાઇટ્સ T3થી ઓપરેટ થાય છે
દિલ્હીમાં ત્રણ ટર્મિનલ છે: ટર્મિનલ 1 અને 2 સ્થાનિક ફ્લાઇટ્સ માટે છે, જ્યારે ટર્મિનલ 3 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને કામગીરીનું સંચાલન કરે છે. દિલ્હી એરપોર્ટના T1, T2 અને T3 ટર્મિનલ અનુક્રમે 4, 15 મિલિયન અને 45 મિલિયન મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.