જામનગર શહેરમાં એક મહિનાની બ્રેક પછી આજે ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહીથી વિજચોરોમાં ફફડાટ - At This Time

જામનગર શહેરમાં એક મહિનાની બ્રેક પછી આજે ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહીથી વિજચોરોમાં ફફડાટ


- શહેરના દિગ્વિજયપ્લોટ સહિતના વિસ્તાર- ઉપરાંત દરેડ- કનસુમરા અને મસીતીયામાં વીજ ચેકીંગ માટે ૩૬ ટીમોને ઉતારાઈજામનગર તા.25 જુલાઈ 2022,સોમવારજામનગર શહેરમાં વીજ તંત્રની એક મહિનાની બ્રેક પછી આજે સવારે ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને શહેરના દિગવિજય પ્લોટ સહિતના વિસ્તારો, ઉપરાંત જામનગર નજીકના દરેડ, કનસુમરા અને મસીતીયા વિસ્તારમાં પણ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના માટે છત્રીસ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા એક મહિનાના વિરામ પછી આજે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન, તેમજ સીટી -૨ ડિવિઝન હેઠળ ની ૩૬ જેટલી વિચ ચેકિંગ ટુકડીઓને આજે પૂન: વીજ ચેકિંગની કાર્યવાહી માટે ઉતારવામાં આવી છે. જેના માટે એસઆરપીના ૧૨ જવાનો, ઉપરાંત ૧૭ લોકલ પોલીસ, ૦૮ નિવૃત આર્મીમેન, અને ત્રણ વિડીયોગ્રાફરોની મદદ લેવામાં આવી રહી છે. જામનગર શહેરના ૪૯ દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, ૫૮ દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં  વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને વિજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.