આયાતી કોલસો મિક્સ કરવાથી વીજગ્રાહકો પર રૃા.૬૬૦૦ કરોડનો બોજ આવશે - At This Time

આયાતી કોલસો મિક્સ કરવાથી વીજગ્રાહકો પર રૃા.૬૬૦૦ કરોડનો બોજ આવશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારદસ ટકા આયાતી કોલસો મિક્સ કરીને વીજળી પેદા કરવાની કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવર તરફથી દરેક રાજ્યોને આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવામાં આવે તો ગુજરાતના ૧.૪૦ કરોડ વીજ વપરાશ કારોને માથે વરસે દહાડે રૃા. ૬૬૦૦ કરોડનો વીજદર વધારાનો બોજ આવશે. આયાતી કોલસો મિક્સ કરીને ગુજરાતના વીજ ઉત્પાદન મથકો વીજળી પેદા કરશે તો યુનિટદીઠ ભાવમાં ૬૦થી ૭૦ પૈસાનો વધારો થવાની સંભાવના રહેલી છે. વીજદરમાં વધારો ન કરતો હોવાની સતત જર્ક દ્વારા જાહેરાત કરાતી હોવાથી આ વધારો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ ગ્રાહકોને માથે થોપી દેવામાં આવશે.કોલ ઇન્ડિયા તરફથી પૂરતા પ્રમાણમાં કોલસાનો સપ્લાય ન મળતા કોલસાની દેશભરમાં અછત ઊભી થઈ હતી. આ અછતના ગ ાળામાં કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દેશી કોલસા સાથે ૧૦ ટકા આયાતી કોલસાનું મિશ્રણ કરીને વીજળી પેદા કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. કોલસાની અછતને કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ગુજરાતમાં દસ ટકા પાવર કટ લાગુ કરવાની પણ ફરજ પડી હતી. ચોમાસું વિલંબમાં પડતા ખેડૂતોને પણ વધુ વીજળી આપવાની સરકારી વીજ કંપનીઓને ફરજ પડી હતી. તેથી ગુજરાતના શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ૧૦ ટકાનો વીજ કાપ મૂકવાની ફરજ પણ પડી હતી. સોળમી મે ૨૦૨૨થી મિનિસ્ટ્રી ઓફ પાવરે ૧૦ ટકા આયાતી કોલસો દેશી કોલસામાં ભેળવીને વીજ ઉત્પાદન મથકો ચલાવવાનું ફરજિયાત કર્યુ ંહતું. આ વધારો માત્ર સરકારી વીજ કંપનીઓના દરમાં જ નહિ, પરંતુ ખાનગી કંપનીઓના વીજ દરમાં પણ વધારા સ્વરૃપે ગ્રાહકોને માથે આવશે, એમ કે.કે. બજાજનું કહેવું છે. વીજ ઉત્પાદન કંપનીઓએ જુદાં જુદાં દેશો પાસેથી જુદા જુદાં ભાવે કોલસો આયાત કરવાની ફરજ પડી રહી છે. તેનો પણ તફાવત વીજદરના ભાવ વધારામાં જોવા મળશે કોલ ઇન્ડિયા લિમિટેડે ૨૪.૨ લાખ ટન કોલસાની આયાત કરવા માટે ટેન્ડર મંગાવ્યા હતા. આ ટેન્ડર ૧૧ કંપનીઓએ ભર્યા હતા. તેમાં અદાણી પાવરે રૃા. ૪૦૩૬ કરોડના ખર્ચે આયાતી કોલસાનો સપ્લાય આપવાની તૈયારી દર્શાવી હતી. દસ ટકા આયાતી કોલસાનો ઉમેરો કરીને વીજળી પેદા કરવામાં આવે તો યુનિટદીઠ વીજદરમાં ૬૦થી ૭૦ પૈસાનો વધારો આવે છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ દ્વારા વરસે ૧૧૦ મિલિયન યુનિટ વીજળીનું વેચાણ કરવામાં આવે છે. તેનો ૬૦ પૈસાના વધારા સાથે ગુણાકાર કરવામાં આવે તો રૃા. ૬૬૦૦ કરોડનો વીજદર વધારાનો બોજ ગ્રાહકોને માથે આવી શકે છે. આયાતી કોલસો વાપરનારી ખાનની વીજ કંપનીઓની ફ્યુઅલ કોસ્ટમાં તગડો વધારો થઈ જવાની સંભાવના છે. ટાટા પાવરની ફ્યુઅલ કોસ્ટ વધીને રૃા. ૬.૧૫, એસ્સાર પાવરની રૃા. ૬.૭૫, સિક્કા પાવર પ્લાન્ટની ફ્યુઅલ કોસ્ટ રૃા. ૮.૭૮ અને અદાણી પાવરની ફ્યુઅલ કોસ્ટ વધીને રૃા.૯.૦૭ થઈ જવાની સંભાવના છે. આયાતી કોલસાથી વીજળી પેદા કરનારા પ્લાન્ટને એક યુનિટ વીજળી પેદા કરવા માટે અંદાજે રૃા. ૯નો ખર્ચ કરવો પડસે. આ સંજોગમાં ઓછા ભાવે મળતી વીજળી પહેલા ખરીદવાના મેરિટ ઓર્ડરમાં આ કંપનીઓને સ્થાન મળે તેવી જ શક્યતા ઓછી થઈ જશે. તેથી તેમણે પેદા કરેલી વીજળી વેચવામાં તેમને તકલીફ પડી શકે છે. બીજીતરફ ગુજરાતના લિગ્નાઈટથી ચાલતા ચાર જેટલા પાવર પ્લાન્ટ સાવ જ બંધ  હાલતમાં છે. આ સંજોગોમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યના વીજ વપરાશકારોને વીજ બિલના ભારતળે કચડાઈ જતાં અટકાવવા માાટે ભારત સરકારે કોલ ઇન્ડિયા લિમિટેડને જ તેનું કોલસાનું ઉત્પાદન વધારવાની ફરજ પાડવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.