લોરીયા, સુમરાસર અને રૃદ્રાણીની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ
ભુજ,રવિવારકચ્છમાં મંદિર ચોરીના ભેદ ન ઉકેલાતા લોકોમાં નારાજગી છે અને પોલીસની કાયદો વ્યવસૃથાની સિૃથતી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કચ્છમાં પૂર્વ અને પશ્વિમ વિભાગમાં થોડા મહિનાઓમાં ચોરીના અનેક નાના મોટા બનાવો બન્યા છે. એકાદ બે કિસ્સાને બાદ કરતા પોલીસને અન્ય કિસ્સાઓમાં હજુ કોઈ સફળતા મળી નાથી. ત્યારે, ભુજ તાલુકાના લોરીયા હનુમાનનગર મધ્યે ફેબુ્રઆરી મહિનામાં થયેલી ૮.૫૮ લાખના આભુષણોની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસનિષ્ફળ રહી છે. તેવી જ રીતે સુમરાસર શેખ ગામે ખોળ ભુંસાની દુકાનમાંથી રૃપિયા ૨.૯૫ લાખની રોકડ ચોરી અને રૃદ્રાણી માતાજીના મંદિરમાં દાન પેટીના તાળા તોડીને ૪૫ હજારની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા ન મળતા આ વિસ્તારના લોકોમાં નારાજગી સાથે રોષ છે. જિલ્લા પોલીસ વડા આ ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઈ ભેદ ઉકેલવામાં રસ દાખવે તેવી લોકોની લાગણી સાથે માંગણી પણ છે.લોરીયા ગામે હનુમાનનગર મધ્યે ભદ્રાશાખાના કુળદેવી જાલપા માતાજીના મંદિરનું તાળુ તોડીને તેમાં અલગ અલગ મુર્તિઓમાંથી સોના ચાંદીના આભુષણો તાથા પરમેશ્વરદાદાના મંદિરમાંથી ચાંદીનું સિંહાસન તાથા ઘોડા સાથેની મૂર્તિનું ચાંદીના છતર એમ કુલ રૃપિયા ૮.૫૮ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા માધાપર પોલીસ સ્ટેશન માથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં એલસીબીની ટીમે પણ તપાસ કરી હતી. ભાનુશાળી સમાજે પોલીસને સીસીટીવીમાં દેખાતા ચોરના ફુટેજ પ્રસિધૃધ કરી ૫૧ હજાર રૃપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ભાનુશાળી સમાજે મંદિર ચોરીનો ભેદ ઉકેલાય તે માટે વિશાળ રેલી યોજીને જિલ્લા કલેકટર તેમજ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. લોરીયા ગામની મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ હતી તેના થોડા જ મહિનાઓમાં રૃદ્રાણી જાગીરના ત્રણ મંદિરોને નિશાન બનાવીને તસ્કરોએ દાનપેટીમાંથી ૪૫ હજારની ચોરી કરી હતી. રૃદ્રાણી માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ભાવિકો આવતા જ રહે છે તેવામાં ગુરૃ પૂર્ણિમાના અવસરે જ તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યુ હતુ. મુખ્ય મંદિરની દાન પેટીમાંથી ૩૫ હજાર તેમજ બાજુના શિવ મંદિરની દાન પેટીનું તાળુ તોડીને ચારેક હજાર અને બાજુના લક્ષ્મીનારાયણ મંદિરની દાનપેટીનું પણ તાળુ તોડીને તેમાંથી આશરે છએક હજાર એમ રૃ.૪૫ હજારની ચોરી થયાની ફરિયાદ માધાપર પોલીસ માથકે નોંધાઈ હતી. મંદિરના મહંત તાથા પુજારીએ મંદિરના સીસીટીવી કેમેરા ચકાસતા મધ્યરાત્રે ૨.૪૫ વાગ્યે ત્રણ ચોર ઈસમો દાનપેટી તોડતા દેખાય છે. સૃથાનિકે જઈ પોલીસે પંચનામા તાથા તસ્કરોએ ચોરીને કઈ રીતે અંજામ આપ્યો હતો તેનું નિરીક્ષણ કરી તજવીજ હાથ ધરી હતી તેમ છતા લોરીયાની માફક આ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પણ માધાપર પોલીસ નિષ્ફળ રહી છે.તેવી જ રીતે માધાપર પોલીસ માથકની હદમાં આવતા સુમરાસર શેખ ગામે ૭ ડિસેમ્બર ૨૦૨૧ના ધોળા દિવસે ખોળ ભુંસાની દુકાનમાંથી ૨.૯૫ લાખની રોકડની ચોરી થઈ હતી. સુમરાસર શેખ ગામે મુરલીધર ટ્રેડર્સ નામે ખોળ ભુંસાનો વ્યવસાય કરતા હરીભાઈ કરમણભાઈ ચાડ ઘરે હતા જયારે દુકાનમાં મહેતાજી તરીકે કામ કરતા કર્મચારી બપોરે એકાદ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદમાં પોણા બે વાગ્યાના અરસામાં દુકાનના ગલ્લામાંથી રોકડ રૃપિયા ૨.૯૫ લાખની ચોરી થઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ માધાપર પોલીસ તેમજ એલસીબીની ટીમે ઘટના સૃથળે જઈને પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી. ચોરી કરવા આવેલા તસ્કરના બુટના નિશાન દુકાનની અંદર પડેલી ખુર્શી પરાથી મળી આવ્યા હતા. તેમજ ચોરીના કામમાં ઉપયોગમાં લેવાયેલ સ્ટેસ્ટર પણ મળી આવ્યુ હતુ. જો કે, આ રોકડ ચોરીનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ નિષ્ફળ રહી છે.આમ, આ વિસ્તારના લોરીયાની ૮.૫૮ લાખના આભુષણોની ચોરી અને રૃદ્રાણી મંદિરમાંથી દાનપેટીમાંથી ૪૫ હજારની ચોરી તેમજ સુમરાસરની રોકડ ૨.૯૫ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં માધાપર પોલીસ નિષ્ફળ રહેતા લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.