વિંછીયાની 150 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના મોબાઈલમાં વોટ્સએપના ડીપીમાં મુકેલું સંગઠનના ગ્રુપનું ડીપી બદલી અરવિંદ કેજરીવાલનું ડીપી મૂકી વિરોધ નોંધાવ્યો - At This Time

વિંછીયાની 150 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના મોબાઈલમાં વોટ્સએપના ડીપીમાં મુકેલું સંગઠનના ગ્રુપનું ડીપી બદલી અરવિંદ કેજરીવાલનું ડીપી મૂકી વિરોધ નોંધાવ્યો


વિંછીયાની 150 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના મોબાઈલમાં વોટ્સએપના ડીપીમાં મુકેલું સંગઠનના ગ્રુપનું ડીપી બદલી અરવિંદ કેજરીવાલનું ડીપી મૂકી વિરોધ નોંધાવ્યો.
- પગાર વધારાની માંગ સાથે તમામ બહેનોએ સરકારની બૅ ધારી નિતી સામૅ વિંછીયા મામલતદારને ધગધગતું આવેદનપત્ર પાઠવ્યું.
- હવે જે અમારું સાંભળશે તે અમારી સરકાર તેવું કહી મહિલાઓ ત્રણ દિવસની રજા પર ઉતરી જતા તંત્ર મુંજવણમાં મુકાયું.

ગુજરાતની 1 લાખ જેટલી આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મુકવા માટે સતત કામગીરી કરી રહી છે. છેલ્લા ચારેક મહિનાથી મુખ્યમંત્રી માતૃત્વ યોજના(સુપોષિત માતા સ્વસ્થ બાળક) યોજનાની કામગીરી આ બહેનો રાતદિવસ જોયા વિના અને રજાઓ ભોગવ્યા વિના લાંબા સમયથી કરી રહી છે. છતાં રાજ્ય સરકાર દ્વારા આ તમામ બહેનોને પગાર વધારો આપવામાં આવતો ન હોવાથી રાજ્યની તમામ બહેનો દ્વારા સરકાર સામે આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાની 150 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે વિંછીયા મામલતદાર અને સી.ડી.પી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ આંગણવાડી બહેનો દ્વારા હમારી માંગે પૂરી કરો તેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. વધુમાં સરકારથી નારાજ થયેલી તમામ 150 જેટલી આંગણવાડી-હેલ્પર બહેનોએ વિંછીયાની મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ સરકારની આંખ ઉઘાડવા માટે આંગણવાડી-હેલ્પર બહેનોએ પોતાના મોબાઈલમાં વોટ્સએપના ડીપીમાં મુકેલું સંગઠનના ગ્રુપનું ડીપી બદલીને અરવિંદ કેજરીવાલનું ડીપી મૂકી નવતર વિરોધ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં તમામ ઉપસ્થિત બહેનો પગાર વધારાની માંગ સાથે ત્રણ દિવસની રજા પર ઉતરી જતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું હતું. આ તકે આંગણવાડી-હેલ્પર બહેનોએ જણાવ્યું હતું કે, રૂ.7750 આવી મોંઘવારીને લઈને ઘર પણ નથી ચાલતું. જેથી હવે જે અમારું સાંભળશે તે અમારી સરકાર તેવું કહી તમામ બહેનોએ વિરોધ નોંધાવતા હવે રાજ્ય સરકાર શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.

હવે જે અમારું સાંભળશે તે અમારી સરકાર: કાજલબેન વાસાણી-આંગણવાડી વર્કર સંગઠનના પ્રમુખ.

અમે છેલ્લા ઘણા સમયથી અમારી પડતર માંગણીઓને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપતા આવ્યા છીએ. છતાં અમારી માંગણી સરકાર કાઈ સાંભળતી જ નથી. અત્યાર સુધીમાં અમારા સંગઠન દ્વારા અનેકવાર આંદોલનો કરવામાં આવ્યા છે. છતાં હજી સુધી સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી. સરકાર અમને ઓનલાઈન કામગીરી વધુ આપે છે અને ગમે તે નવી યોજના આવે એટલે તેની બધી કામગીરી અમને જ આપી દે છે. અમારો પગાર રૂ.7750 છે છતાં અમને કાયમ સતત કામનું દબાણ કરવામાં આવે છે. આ મોંઘવારીમાં અમારે આટલા પગારથી ઘર પણ ચાલતું નથી. જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહી સ્વીકારે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું અને જરૂર પડ્યે આંગણવાડી પણ બંધ કરી દેશું. હેલ્પરને તો માત્ર રૂ.4000 જ પગાર આપવામાં આવે છે તેમાં તેનું ઘર પણ ન ચાલે જે આવેદન પત્ર માં પાઠવ્યું હતું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.