વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલતનો ભોગ બની રહી છે આમ જનતા..
વેરાવળ-કોડીનાર-ઉના નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલતમાં ખાડામાં રોડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે વેરાવળ -કોડીનાર નેશનલ હાઇવે ભારે વરસાદના કારણે આ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ ઉપર વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે દર વખતે ચોમાસા દરમ્યાન વેરાવળ કોડીનાર હાઇવે પર રોજના હજારો વાહનોની અવર જવર રહેછે જે રોડ ધોવાઈ જતા રોડ વચેજ મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વારંવાર એક્સિડન્ટના બનાવો બનતા રહે છે આજે પણ બાઈક ચાલકનો અકસ્માત બન્યો હતો તો આ રોડ ઉપર ત્રણ થી ચાર ફૂટના ખાડાઓ ઊંડા ઉતરી ગયા છે હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિતે યાત્રાધામ પ્રાચી તીર્થમાં તેમજ સોમનાથ મહાદેવના દર્શન કરવા હજારો યાત્રિકોનો પણ ઘસારો વધુ રહેતા વારંવાર ટ્રાફિક જામ થયાના પણ દ્રષ્યો જોવા મળે છે એક બાજુ રસ્તો પૂરો ધોવાઈ ગયો છે તો બીજી તરફ ફોર ટ્રેકનું કામ છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગાઈની ગતિએ ચાલતું હોય છે અને ટુકડે ટુકડે કામ થતા અનેક જગ્યાએ ડાઈવર્ઝન મુકવામાં આવ્યા છે તો ડાઈવર્ઝનમાં પણ માટી નાખેલી હોવાથી તેમાં પણ મોટા મોટા ખાડા પડી જતા વરસાદ થતાં જ ગોઠણડૂબ પાણી ભરાઈ છે અને કીચડ થાઈ છે જેથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે દર વખતે આરોડ અતિ બિસ્માર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહયા છે છતાં તંત્રને ધ્યાને નથી આવતું કે આંખ આડા કાન કરી બેઠું છે વારંવાર હાઇવે ઓર્થોરિટીને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને આમ જનતા અને રાહદારીઓને મુશ્કેલીઓ સામનો કરવો પડે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.