રાજકોટ શહેરની ૮ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ.
રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા (૧) જયનાથ હોસ્પિટલ ભક્તિનગર સર્કલ (૨) સદભાવના હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ (૩) નિમિતમાત્ર હોસ્પિટલ કરણપરા (૪) કડીવાર હોસ્પિટલ જામનગર રોડ (૫) સ્ટાર સિનર્જી હોસ્પિટલ મવડી મેઇન રોડ (૬) ઓમકાર હોસ્પિટલ જામનગર રોડ (૭) રંગાણી હોસ્પિટલ પેડક રોડ (૮) શ્રધ્ધા હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ જેવી વિવિધ જગ્યાઓમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત મોકડ્રીલ દ્વારા હોસ્પિટલના ડોકટર, નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ડે.ચીફ ફાયર ઓફીસરશ્રી બી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસરશ્રી એફ.આઇ.લુવાની, શ્રી વાય.ડી.જાની, શ્રી આર.એ.વિગોરા, શ્રી ડી.ડી.ચાંચીયા, શ્રી એ.બી.ઝાલા, શ્રી એસ.આર.નડીયાપરા, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસરશ્રી આર.પી.જોષી, લીડીંગ ફાયરમેન અને ફાયરમેન ડ્રાઇવર સહિતના સ્ટાફ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને જાનમાલને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.