ભોપાલ ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-
1. 28 નવેમ્બર, 2023 થી 09 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.
2. 28 નવેમ્બર, 2023 થી 08 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ - જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.
તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.