IPSનું ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવનાર સામે ફરિયાદ
આઈપીએસ હસમુખ પટેલના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીનગરનાં સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ફરીવાર આઈપીએસ હસમુખ પટેલના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બન્યું હોવાનું સામે આવતા સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સીઆઇડી સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.