ગઢડા શહેર પંથકમાં પીજીવીસીએલ નો સપાટો
કોર્પોરેટ ડ્રાઈવ દરમિયાન ગેરરીતિ કરતા 62 વીજ કનેકશન ઝડપાયા
ગઢડા(સ્વામીના) શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત ચોવીસ ટીમ મારફતે પોલીસ અને એસ.આર.પી. સાથે વીજ ચેકીંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન કેટલાક ઘરમાં વીજ કનેકશ ગેરરીતિ જણાતા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે પીજીવીસીએલ તંત્રએ વીજ ચેકીંગ માટે સપાટો બોલાવ્યો હતો. જે માટે વહેલી સવારથી ગઢડા શહેર અને તાલુકાના ટાટમ, ગોરડકા, મેઘવડીયા, મોટી કુંડળ, ઢસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકોટની ટીમ ત્રાટકી હતી. જે દરમિયાન કુલ 335 જેટલા ઘરોના વીજ કનેકશન ચેક કરતા 62 કનેક્શનમા ડાઈરેકટ પાવર ચોરી કરવા સહિતની ગેરરીતિઓ જણાતા ધોરણસરની કાર્યવાહી હતી. આ કાર્યવાહીમાં એસેસમેન્ટ મુજબ રૂપિયા વીસ લાખ જેટલી રકમના બીલ બનાવી ફટકાર્યા હોવાનુ જાણવા મળેલ છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.