શિશુવિહાર સંસ્થા સંચાલિત મોંઘી બહેન બધેકા બાલમંદિર ના આચાર્ય શ્રી અંકિતા બહેન ભટ્ટ નું નેશન બિલ્ડર એવોર્ડ એનાયત થયો - At This Time

શિશુવિહાર સંસ્થા સંચાલિત મોંઘી બહેન બધેકા બાલમંદિર ના આચાર્ય શ્રી અંકિતા બહેન ભટ્ટ નું નેશન બિલ્ડર એવોર્ડ એનાયત થયો


શિશુવિહાર સંસ્થા સંચાલિત મોંઘી બહેન બધેકા બાલમંદિર ના આચાર્ય શ્રી અંકિતા બહેન ભટ્ટ નું નેશન બિલ્ડર એવોર્ડ એનાયત થયો

ભાવનગર શિક્ષણના માધ્યમથી સમાજ વિકાસમાં અનન્ય યોગદાન આપનાર ભાવનગર ની વિવિધ શાળા ના ૧૦ શિક્ષકો ને રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ દ્વારા તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ G.C.E.R.T ના પૂર્વ નિયામક ડૉ. નલિન ભાઈ પંડિત તથા રોટરી ક્લબ ના પૂર્વ ગવર્નર શ્રી તારક ભાઈ ધોળકિયા ના વરદ હસ્તે પ્રશસ્તથી પત્રથી અભિવાદન થયું પ્રતિવર્ષ ૪૦૦૦ થી વધુ બાળકો તથા ૮૦ થી વધુ વાલીઓને જીવન શિક્ષણ પ્રવૃત્તિ સાથે જોડવા ઉપરાંત ૭૦૦ થી વધુ વાલીઓને બાળ કેળવણી નું માર્ગ દર્શન આપતા શ્રી અંકિતાબેન ભટ્ટ શિશુવિહાર સંચાલિત બાલમંદિર ના અનુભવ વર્ગ ની ૫૦ બહેનોને મોન્ટેસરી ની તાલીમ આપી ઉત્તમ શૈક્ષણિક સેવાકીય કાર્ય હાથ ધર્યું છે... કેળવણીના માધ્યમથી સેવા ઉપક્રમ વહાવતા શિશુવિહારના વધુ એક સેવકનું અભિવાદન ગૌરવ બને છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image