રાજકોટમાં મનપાની વોર્ડ ઓફિસે કાર્યકરોએ કચરો ઠાલવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, અટકાયત
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ પણ પ્રજાના પ્રશ્ને સક્રિય થઈ મેદાનમાં આવ્યું છે. થોડા સમય પૂર્વે વરસાદને કારણે રોડમાં પડેલા ખાડાનો વિરોધ ખાડા પૂજન કરી કર્યો હતો ત્યારે આજે શહેરમાં ગંદકીની બેદરકારી માટે ગંદકી સાફ કરી કચરો કોર્પોરેશનમાં ઠાલવ્યો હતો. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.