સંભવિત મંત્રીઓને મોદીએ ફોન કર્યા:ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર, પાટીલ અને માંડવિયા, બનશે મંત્રી, શપથ માટે જાણ કરાઈ, રૂપાલાનું પત્તુ કપાયું - At This Time

સંભવિત મંત્રીઓને મોદીએ ફોન કર્યા:ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર, પાટીલ અને માંડવિયા, બનશે મંત્રી, શપથ માટે જાણ કરાઈ, રૂપાલાનું પત્તુ કપાયું


મોદી 3.0ના સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન આવવા લાગ્યા છે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને કેબિનેટ અને રાજ્ય મંત્રી પદ મળવાની લગભગ પુષ્ટિ થઈ ગઈ છે. LJP(R) ના ચિરાગ પાસવાન, JDU ના રામનાથ ઠાકુર અને લલન સિંહ, HAM ના જીતન રામ માંઝી અને અપના દળ(S)ના પ્રમુખ અનુપ્રિયા પટેલને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. ગુજરાતમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી માંડવિયા, એસ.જયશંકર અને અમિત શાહને મંત્રી બનાવવામાં આવશે. હાલ આ ચારેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. જો કે ક્ષત્રિય વિવાદમાં સપડાયેલા પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કાપવામાં આવ્યું છે. પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર અને રાવ ઈન્દ્રજીતને પણ હરિયાણાથી ફોન આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં યુપી, રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટશે. નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, તેમણે રાષ્ટ્રીય વોર મોમેરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શપથ લેવાની સાથે જ મોદી સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહર લાલ નેહરુના 62 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે. નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા. જોકે, નેહરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી. મોદીની ત્રીજી ઇનિંગ ગઠબંધનના આધારે ચાલશે. દેશમાં 1990ના દાયકાથી ગઠબંધનની રાજનીતિ ચાલી રહી હતી. મોદીના નેતૃત્વમાં ભાજપે 2014 અને 2019માં સંપૂર્ણ બહુમતી મેળવીને આ વલણને તોડ્યું હતું. જોકે, 2024માં ભાજપને 240 બેઠકો જ મળી અને બહુમતી માટે તેમને સહયોગીઓની જરૂર પડી. 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં મળેલી બેઠકમાં એનડીએના નેતાઓએ મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. હવે શપથની રાહ જોવાઈ રહી છે. આ સમારોહમાં ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને બાદ કરતાં 7 પડોશી દેશ- શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, સેશેલ્સ, મોરેશિયસ, નેપાળ અને ભૂતાનના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. અત્યાર સુધી આ નેતાઓને ફોન આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.