સાબરમતી નદી પર રૂ. 74 કરોડના ખર્ચે બનેલ ‘અટલ બ્રિજ’નું લોકાર્પણ
અમદાવાદ, તા.27 ઓગસ્ટ 2022, શનિવાર વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવામાં હાજરી આપી હતી. તેમજ અમદાવાદની શાનમાં નવુ નજરાણુ ઉમેરતા અટલ ફૂટ બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ ફૂટવે બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. આની સાથે જ લોકોની આતૂરતાનો અંત આવ્યો છે. ઉપરાંત તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ લોકાર્પણ કર્યું છે.આ સાથે રિવરફ્રન્ટ ખાતે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સાથે 7 હજાર 500 જેટલા લોકો ચરખો કાંત્યો હતો. અલગ અલગ સંસ્થાના 500 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેંટિયો કાંતતા જોવા મળ્યા હતા. 7 હજાર 500 જેટલા લોકોએ ચરખો કાંત્યો પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદિએ પણ ચરખો કાંત્યોઆઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ આ પણ વાંચો: અમદાવાદની શાનમાં વધારો કરતા ‘અટલ બ્રિજ’નો જુઓ ડ્રોનથી નજારોPM મોદીનું સંબોધનપ્રધાનમંત્રી મોદીની તહેવાર પર ખાદીના કપડા પહેરવા લોકોને અપીલ આ દિવાળી પર ખાદીનું એક વસ્ત્ર જરુર ખરીદો, ખાદી ઇકોફ્રેન્ડલી છે : PM મોદીલોકલ ફોર વોકલને વેગ મળશે, વિદેશમાં જાઓ તો પણ પોતાના લોકોને ખાદી ભેટમાં આપો,એક દિવસ દુનિયાના દરેક બજારમાં ખાદી છવાયેલી હશે: PM મોદીભારતીય રમડાઓની વિદેશમાં બોલબાલાઅમારો પ્રયાસ છે વધુથી વધુ બહેનોને રોજગારી મળેદુરદર્શન પર સ્વરાજ સીરિયલ શરુ થઇ છે, જેમાં સ્વતંત્રતા આંદોલનની ગાથા બતાવવામાં આવી છે, આ સીરિયલ બધા લોકોએ જોવી જોઇએ. : PM મોદીખાદીનો એક દોરો આઝાદીના આંદોલનની તાકત,ખાદીના એક દોરાએ ગુલામીની ઝંઝીર તોડી હતી. PM મોદી ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે આવતીકાલે તેઓ ભૂજ ખાતે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરવાના છે. તેમજ ભૂજ ખાતે સભા સંબોધિત કરશે. જ્યારે સાંજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ભારતમાં સુઝુકીના 40 વર્ષના કાર્યક્રમમાં હાજરી આપશે.આ પણ વાંચો: PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે : જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.