મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો:બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું; આજે 56 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કરશે - At This Time

મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો:બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું; આજે 56 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે વાશિમના પોહરાદેવીમાં જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી અને પરંપરાગત ઢોલ વગાડ્યા. આ પછી સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદીએ વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. PM મોદી આજે મહારાષ્ટ્રમાં રૂ. 56,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદી વાશિમમાં લગભગ રૂ. 23,300 કરોડની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી યોજનાઓ લોન્ચ કરશે. થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, PM મુંબઈમાં લગભગ રૂ. 14,120 કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો લાઇન-3ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) થી આરે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) સેક્શનનું ઉદ્ઘાટન કરશે. મોદી BKC અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોની સવારી પણ કરશે. વાશિમમાં આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.