PM મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું:પ્રથમ તબક્કાના મતદાનમાં રચાયો ઈતિહાસ, 25 સપ્ટેમ્બરે તમામ રેકોર્ડ તૂટવા જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, 'અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ આ પૂર્ણ કરશે. તેથી, હું તમને અપીલ કરું છું કે 25મી સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખો. આ પહેલા તેમણે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે, 'આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચ્યો છે. જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી. છેલ્લા 6 દિવસમાં પીએમ મોદીનો આ બીજો કાશ્મીર પ્રવાસ છે. આ પહેલા તેઓ 14 સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળશે. આ પછી, બપોરે 3 વાગ્યે તેઓ કટરા જશે, જ્યાં બીજી જાહેર સભા યોજાશે. ડોડામાં કહ્યું હતું- એક તરફ ત્રણ પરિવારો, સામે કાશ્મીરના યુવાનો
ડોડા રેલી દરમિયાન પીએમ મોદીએ પરિવારવાદ અંગે કહ્યું- જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ત્રણ પરિવારો અને જમ્મુ-કાશ્મીરના યુવાનો વચ્ચે છે. એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી બાજુ સપનાઓ લઈને નીકળેલા યુવાનો છે. આ ત્રણેય પરિવાર દાયકાઓથી જમ્મુ-કાશ્મીરને બરબાદ કરવા માટે જવાબદાર છે. આ પરિવારોએ અહીં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું. જમીન પચાવી પાડતી ટોળકીને પ્રોત્સાહન આપ્યું. અમિત શાહે કહ્યું- કાશ્મીરમાં આતંકવાદને દફનાવીશું કેન્દ્રીય મંત્રી અમિત શાહે 16 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે પદ્દાર નાગસેની, કિશ્તવાડ અને રામબનમાં જાહેર સભાઓ કરી. તેમણે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા વિકાસ અને કેન્દ્ર સરકારની યોજનાઓથી અહીંના લોકોને મળેલા લાભો ગણાવ્યા. અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનમાં આતંકવાદીઓને પોષવામાં આવે છે. આ પક્ષો કલમ 370 પાછી લાવવા માગે છે. પરંતુ ભાજપ આવું ક્યારેય નહીં કરે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મહેબૂબા મુફ્તીની પુત્રી PDP ઉમેદવાર ઇલ્તિજા મુફ્તીએ બિજબેહરા વિધાનસભા બેઠક પરથી પોતાનો મત આપ્યો. કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે પણ પોતાનો મત આપ્યો. શગુને આરોપ લગાવ્યો હતો કે કિશ્તવાડના બાગવાન વિસ્તારમાં આઇડેન્ટિટી કાર્ડ વગર વોટ નાખવામાં આવ્યા હતા. આ પછી વાતાવરણ ગરમાયું, જેના કારણે થોડા સમય માટે મતદાન અટકાવી દેવામાં આવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.