દેશભરમાં મકરસંક્રાંતિ:PM મોદીએ દિલ્હીમાં લોહરી પ્રગટાવી, લોકોને શુભેચ્છા પાઠવી; મહાકુંભમાં અમૃતસ્નાન
દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. PM મોદીએ સોમવારે મોડી રાત્રે દિલ્હીમાં લોહરીની ઉજવણીમાં ભાગ લીધો હતો. PMએ લોહરી પ્રગટાવી અને લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રયાગરાજના મહાકુંભમાં આજે પ્રથમ અમૃત સ્નાન છે. નાગા સાધુઓ અને સંતો હાથમાં તલવારો, ત્રિશૂળ, ડમરુ અને શરીર પર ભભુત લગાવીને ઘોડાઓ અને રથો પર સંગમ પહોંચી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો અને 47 દેશોમાંથી 143 પતંગબાજો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યા છે. દેશભરમાં મકરસંક્રાંતિના તહેવારની તસવીરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.