'તમે બનાવો મોદી કેબિનેટ' કોન્ટેસ્ટ:14 લાખ લોકોએ ભાગ લીધો; ગૃહ માટે અમિત શાહ, રક્ષા માટે રાજનાથ જનતાની પસંદ, 4 મંત્રાલયમાં નવા ચહેરાઓ - At This Time

‘તમે બનાવો મોદી કેબિનેટ’ કોન્ટેસ્ટ:14 લાખ લોકોએ ભાગ લીધો; ગૃહ માટે અમિત શાહ, રક્ષા માટે રાજનાથ જનતાની પસંદ, 4 મંત્રાલયમાં નવા ચહેરાઓ


5 જૂનથી 9 જૂન સુધી ચાલેલી ભાસ્કર એપના 'તમે બનાવો મોદી કેબિનટ' કોન્ટેસ્ટમાં 14 લાખ લોકોએ ભાગ લીધો હતો. કોન્ટેસ્ટના વિજેતાઓની જાહેરાત મોદી કેબિનેટનાં મંત્રાલયોની વહેંચણી પછી કરવામાં આવશે, પરંતુ હાલ તમે જોઈ શકો છો કે કયા મંત્રાલય માટે જનતાની પસંદગી કયો ચહેરો છે. કોન્ટેસ્ટમાં લોકોને પૂછવામાં આવ્યું કે ટોપ-12 કેબિનેટ મંત્રાલયોમાં તેમની પસંદનું નામ કયું છે. ચાલો... જોઈએ કે જનતા કોને કયા મંત્રાલયમાં જોવા માગે છે. 1. ગૃહ મંત્રાલયઃ અમિત શાહ લોકોની પહેલી પસંદ
લોકો ગૃહ મંત્રાલયમાં વર્તમાન ચહેરા અમિત શાહને રિપીટ કરવા માગે છે. આ પછી બીજી પસંદગી નીતિશ કુમાર છે, પરંતુ બંનેને મળેલા સમર્થનમાં અંતર ઘણું વધારે છે. 2. રક્ષા મંત્રાલયઃ રાજનાથ પ્રથમ પસંદગી, શિવરાજ બીજી પસંદગી
રક્ષા મંત્રાલયમાં પણ લોકો વર્તમાન ચહેરા રાજનાથ સિંહને રિપીટ કરવા માગે છે. તેમના પછી બીજી પસંદગી શિવરાજ સિંહ ચૌહાણ છે. 3. નાણાં મંત્રાલય: નિર્મલા સીતારમણ પ્રથમ પસંદગી
વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યસભાનાં સાંસદ છે. મોટા ભાગના લોકોએ તેમને રિપીટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહીં બીજી પસંદગી મનસુખ માંડવિયાની છે. 4. વિદેશ મંત્રાલય: લોકોનો જયશંકર પર ફરી ભરોસો
વિદેશ મંત્રાલયમાં પણ જનતા વર્તમાન ચહેરો એસ. જયશંકરને ફરી જોવા માગે છે. તેમના પછી બીજી પસંદગી અમિત શાહની છે, પરંતુ બંનેને મળેલા સમર્થનમાં ઘણું અંતર છે. 5. શિક્ષા મંત્રાલયઃ ધર્મેન્દ્ર પ્રધાન નહીં, જ્યોતિરાદિત્ય પહેલી પસંદ
શિક્ષણ મંત્રાલયમાં લોકોએ વર્તમાન ચહેરા ધર્મેન્દ્ર પ્રધાન કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયાને વધુ સમર્થન આપ્યું છે. ત્રીજી પસંદગી શોભા કરંદલાજે છે. 6. આરોગ્ય મંત્રાલય: ડૉ. મહેશ શર્માને સૌથી વધુ સમર્થન
સ્વાસ્થ્ય મંત્રાલય માટે લોકોએ હાલના ચહેરા મનસુખ માંડવિયા કરતાં ડૉ.મહેશ શર્માને વધુ સમર્થન આપ્યું છે. ત્રીજી પસંદગી બેંગલુરુ ગ્રામીણ સાંસદ સી.એન. આ મંજુનાથ છે. જોકે 9 જૂને મંત્રી તરીકે શપથ લેનારાઓમાં મંજુનાથ નથી. 7. ટ્રાન્સપોર્ટ મંત્રાલયઃ ગડકરી પર ફરી ભરોસો
પરિવહન મંત્રાલયના વર્તમાન ચહેરા નીતિન ગડકરી પર લોકોએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમના પછી બીજી પસંદગી ગજેન્દ્ર સિંહ શેખાવત છે. 8. કૃષિ મંત્રાલયઃ શિવરાજ સિંહ લોકોની પસંદગી
મોદી 2.0માં કૃષિમંત્રી રહેલા અર્જુન મુંડા લોકસભા ચૂંટણી હારી ગયા હતા. આ વખતે તેમને મંત્રી તરીકેના શપથ પણ લેવડાવવામાં આવ્યા નથી. આ વખતે જનતાની પસંદગી આ મંત્રાલય માટે શિવરાજ સિંહ ચૌહાણ છે. બીજી પસંદગી જેડીયુના લલન સિંહ છે. 9. રેલવે મંત્રાલયઃ અશ્વિની વૈષ્ણવને બદલે પીયૂષ ગોયલ પહેલી પસંદગી
રેલવે મંત્રાલય અત્યારે અશ્વિની વૈષ્ણવ પાસે છે, પરંતુ જનતાની પહેલી પસંદ પીયૂષ ગોયલ છે. ત્રીજી પસંદગી જેડીયુના લલન સિંહ છે. 10. માહિતી અને પ્રસારણ મંત્રાલયઃ લોકોની પસંદગી અનુરાગ ઠાકુર... જે હાલ મંત્રીઓના લિસ્ટમાં નથી
અગાઉની કેબિનેટમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અનુરાગ ઠાકુર પાસે હતું. આ વખતે પણ લોકોએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે 9 જૂને શપથ લેનારા મંત્રીઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા આ મંત્રાલય માટે લોકોની બીજી પસંદગી છે. 11. વાણિજ્ય મંત્રાલયઃ પીયૂષ ગોયલ પર ફરીથી જનતાનો ભરોસો
અગાઉની કેબિનેટમાં વાણિજ્ય મંત્રાલય પીયૂષ ગોયલ પાસે હતું. આ વખતે પણ જનતાએ તેમના પર મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી પસંદગી રાવ ઈન્દ્રજિત સિંહ છે. 12. પેટ્રોલિયમ મંત્રાલયઃ હરદીપ પુરી પર ફરીથી જનતાનો ભરોસો
અગાઉની કેબિનેટમાં પેટ્રોલિયમ મંત્રાલય હરદીપ પુરી પાસે હતું. આ વખતે પણ જનતાએ તેમને આ મંત્રાલયમાં સૌથી વધુ પસંદ કર્યા છે. બીજી પસંદગી પ્રહલાદ જોષી છે. મોદી કેબિનેટ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો- મોદી કેબિનેટમાંથી સ્મૃતિ-અનુરાગ કેમ OUT, શિવરાજ-ખટ્ટર કેમ IN?:બિહારને સાધવા 8 મંત્રી, સારા પ્રદર્શનને કારણે ગડકરી-ગોયલ ફરી મંત્રી બન્યા; ચૂંટણી હારેલા નેતાઓ બહાર મોદી ટીમ તૈયાર છે. નવી કેબિનેટમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ ચૂંટણી છે. આ વર્ષે હરિયાણા અને મહારાષ્ટ્રમાં અને આવતા વર્ષે બિહારમાં ચૂંટણી છે. મોટી વાત એ છે કે ચૂંટણી હારેલા એકપણ નેતાને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. ગત વખતનાં હાઈપ્રોફાઇલ મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, મીનાક્ષી લેખી, આરકે સિંહ, સંજીવ બાલિયાન, નિશીથ પ્રામાણિક, અશ્વિની ચૌબે હવે જોવા મળશે નહીં. એનડીએ સરકારમાં પીએમ મોદી સહિત 71 મંત્રી છે, જેમાં 30 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં પાર્ટીને એકતરફી જીત અપાવનાર પૂર્વ શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટની સાથે ભાજપના ટોપ-5 નેતામાં સામેલ થયા છે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર પણ મોદી કેબિનેટમાં છે. અનુરાગ ઠાકુર સિવાય તમામ મોટા મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવી સરકારમાં મંત્રીઓને રિપીટ કરવાનું શું કારણ હતું, કઈ વિશેષતાના કારણે નવા મંત્રીઓને સ્થાન મળ્યું અને જૂના મંત્રીઓને કયાં કારણોસર દૂર કરાયા 73 વર્ષના મોદીની સૌથી યુવા કેબિનેટ:36 વર્ષના રામમોહન સૌથી યુવા, 79 વર્ષના માંઝી સૌથી વૃદ્ધ... જાણો મોદી કેબિનેટની સરેરાશ ઉંમર રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે શપથ લીધા હતા. આ સાથે 71 મંત્રીએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા, જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે. મોટે ભાગે જૂના ચહેરાઓને જ સ્થાન મળ્યું છે. 33 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 મહિલા સાંસદને પણ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આમાં રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણનું નામ પણ સામેલ છે. NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીએ (73 વર્ષ) રવિવારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે તેઓ પંડિત જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર વડાપ્રધાન બની ગયા છે. તેમના આ કાર્યકાળ પર દેશની નજર ટકેલી છે. મોદી સરકાર 3.0 અગાઉની સરકાર કરતાં કેટલી અલગ છે એ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. નવા મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 58 વર્ષ છે. 36 વર્ષના રામમોહન સૌથી યુવા છે, જ્યારે 79 વર્ષના જીતનરામ માંઝી સૌથી વૃદ્ધ છે. 2019માં જ્યારે મોદી 2.0 સરકારની રચના થઈ અને મંત્રીઓએ શપથ લીધા ત્યારે તેમની સરેરાશ ઉંમર 61 વર્ષની હતી. જોકે વર્ષ 2021માં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે સરેરાશ વય 3 વર્ષ ઘટીને 58 વર્ષ થઈ ગઈ હતી. મતલબ કે સરેરાશ ઉંમરની બાબતમાં મોદી સરકાર આ વખતે પણ પાછલા રેકોર્ડને રિપીટ કરતી જોવા મળી શકે છે. તો આવો જાણીએ કે મોદી 3.0 સરકારની સરેરાશ ઉંમર શું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.