PMએ ખજુરાહોમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો:મોદીએ કહ્યું- આવી યોજનાઓનો શ્રેય આંબેડકરને, કોંગ્રેસે તેમને ક્યારેય ક્રેડિટ આપી નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે MPના ખજુરાહોમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત તેમણે ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાજપેયી પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વડાપ્રધાને અહીં બુંદેલખંડીમાં તેમના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું- વીરોની ભૂમિ બુંદેલખંડમાં રહેતા તમામ લોકોને હાથ જોડીને રામ રામ. પોતાના ભાષણમાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ડૉ.ભીમ રાવ આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "દેશમાં પાણી સંબંધિત યોજનાઓનો શ્રેય આંબેડકરને જાય છે, પરંતુ કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને શ્રેય નથી આપ્યો અને લોકોને તેની જાણ પણ થવા દીધી નથી." PM મોદીનું ભાષણ, 3 નેતાઓનો ઉલ્લેખ 1. અટલ બિહારી વાજપેયી: વડાપ્રધાને કહ્યું, "એમપીમાં આજે હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. આજે ખૂબ જ પ્રેરણાદાયક દિવસ છે. આજે અટલજીની જન્મજયંતિ છે. આજે તેમના જન્મના 100 વર્ષ છે. તેમણે મારા જેવા ઘણા કાર્યકરોને શીખવ્યું છે, દેશના વિકાસમાં અટલજીનું યોગદાન આપણા મનમાં અટલ રહેશે. 2. ભીમ રાવ આંબેડકર: PMએ કહ્યું, "ભારતમાં બનેલા મોટી નદી પરિયોજના પાછળ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું વિઝન હતું. આજે અસ્તિત્વમાં છે તે કેન્દ્રીય જળ આયોગની પાછળ પણ ડૉ. આંબેડકરના પ્રયાસો હતા, પરંતુ કૉંગ્રેસે જળ સંરક્ષણના પ્રયાસો અને ડેમ માટે બાબા સાહેબને ક્યારેય શ્રેય આપ્યો નહીં. 3. જવાહર લાલ નહેરુઃ મોદીએ નહેરુનું નામ તો ન લીધું પણ એક ઈશારો કરતા કહ્યું કે, "પાણી માટેની દીર્ઘદ્રષ્ટિવાળી યોજના વિચારવાનો શ્રેય માત્ર એક જ વ્યક્તિને (જવાહર લાલ નેહરુ) આપવાના નશામાં સાચા સેવકને ભૂલી ગયા. આજે હું તમને જણાવી દઈએ કે, દેશની આઝાદી પછી ભારતની જળશક્તિ, ભારતના જળ સંસાધનો, ભારતમાં પાણી માટે ડેમનું નિર્માણ… આ બધાના વિઝનનો શ્રેય એક મહાપુરુષને જાય છે. એ મહાપુરુષનું નામ છે બાબા સાહેબ આંબેડકર." પાણી યોજનાઓનો શ્રેય આંબેડકરને- PM
વડાપ્રધાને કહ્યું કે, "પાણી માટે દીર્ઘદ્રષ્ટિની યોજના કોણે વિચારી હતી? જે સત્ય છે, તેને દબાવી રાખવામાં આવ્યું હતું. માત્ર એક વ્યક્તિને શ્રેય આપવાના નશામાં સાચા સેવકને ભૂલી ગયા હતા. આજે હું તમને કહું છું કે દેશ આઝાદ થયા બાદ ભારતની જળશક્તિ, ભારતના જળ સંસાધનો, ભારતમાં પાણી માટે ડેમનું નિર્માણ... આ બધાના વિઝનનો શ્રેય એક મહાપુરુષને જાય છે, એ મહાપુરુષનું નામ છે બાબા સાહેબ આંબેડકર." વિકસિત ભારત બનાવવામાં બુંદેલખંડનું મોટું યોગદાન રહેશે PMએ કહ્યું કે, મધ્યપ્રદેશે છેલ્લા બે દાયકામાં ઘણા સારા કામ કર્યા છે. આગામી દાયકાઓમાં મધ્યપ્રદેશ દેશની ટોપ અર્થવ્યવસ્થાઓમાંનું એક હશે. બુંદેલખંડ આમાં મોટી ભૂમિકા ભજવશે. વિકસિત ભારતના વિકસિત મધ્યપ્રદેશ બનાવવામાં બુંદેલખંડનું મોટું યોગદાન રહેશે. મોદીએ કહ્યું- કોંગ્રેસે આંબેડકરના કામને જાણવા ન દીધું વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ભારતમાં બનેલા મોટા નદી પરિયોજનાઓ પાછળ ડો. બાબા સાહેબ આંબેડકરનું વિઝન હતું. આજે જે સેન્ટ્રલ વોટર કમિશનનોછે, તેની પાછળ પણ ડો. આંબેડકરના પ્રયાસો જ હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય જળ સંરક્ષણના પ્રયાસો અને ડેમ માટે બાબા સાહેબને બંધનો શ્રેય આપ્યો નથી. કોઈને જાણવા પણ ન દીધા. આજે પણ સાત દાયકા પછી પણ દેશના અનેક રાજ્યોમાં પાણી મામલે વિવાદ છે. પ્રવાસન ક્ષેત્રે એમપી હંમેશા ટોપ પર રહ્યું છે- PM PMએ કહ્યું- આપણું મધ્ય પ્રદેશ પ્રવાસનના મામલે હંમેશા ટોપ પર રહ્યું છે. શું એ શક્ય છે કે હું ખજુરાહો આવ્યો હોઉં અને પર્યટનની ચર્ચા ન કરું? પ્રવાસન એ એક એવું ક્ષેત્ર છે જે યુવાનોને રોજગારી પણ આપે છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. એમપી ઈકો સર્કિટ, હેરિટેજ સર્કિટ અને વાઈલ્ડ લાઈફ સર્કિટ સાથે જોડાઈ રહ્યું છે પીએમ મોદીએ કહ્યું, આજે સાંચી અને અન્ય બૌદ્ધ સ્તંભોને બૌદ્ધ સર્કિટ સાથે જોડવામાં આવી રહ્યા છે. ગાંધી સાગર, ઓમકારેશ્વર ડેમ, ઈન્દિરા સાગર ડેમ, ભેડાઘાટ, બાણ સાગર ડેમ ઈકો સર્કિટનો ભાગ છે. ખજુરાહો, ગ્વાલિયર, ઓરછા, ચંદેરી, માંડુ જેવા સ્થળોને હેરિટેજ સર્કિટ તરીકે જોડવામાં આવી રહ્યા છે. પન્ના નેશનલ પાર્કને પણ વાઈલ્ડલાઈફ સર્કિટ સાથે જોડવામાં આવ્યું છે. ગયા વર્ષે ટાઈગર રિઝર્વમાં 2.5 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. અહીં જે લિંક કેનાલ બનાવવામાં આવશે તેમાં પન્ના ટાઈગર રિઝર્વના પ્રાણીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પ્રવાસન વધારવાના પ્રયાસો સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ આપે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.