*હળવદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો અધિકારીઓ રાજકારણીઓ મીલીભગત? બાંધકામ મંજુરી,NOC,બીયુ પરમીશન વિના ધમધમતાં બાંધકામ,તંત્ર ધોર નિંદ્રામાં
રાજકોટની ગોઝારી દુર્ઘટના બાદ હળવદ શહેરીજનો માં ચર્ચા રહ્યું છે કે હળવદ નગરપાલિકા હદમાં મોટા મોટા બિલ્ડીંગો શોપિંગઓ ઉભા કરવામાં આવી રહ્યા છે જેની બાંધકામની મંજૂરી, બી યુ પરમિશન કે ફાયર એનઓસી સહિતની સુવિધા છે કે કેમ એની પણ તપાસ વગર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે નગરપાલિકા હદમાં આવતા વિસ્તારોમાં અને મેન બજારમાં વગર મંજૂરીએ ત્રણ ત્રણ માળના બિલ્ડીંગો શોપીંગઓ બન્યા અને બની રહ્યા છે. ત્યારે હળવદની મેન બજારમાં રાજકોટ જેવી કોઈ કમનસીબે દુર્ઘટના બની તો તેમાં એમ્યુલસ પણ જાય તેવી જગ્યા નથી તો તંત્ર જાગશે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.હળવદ માં બિલ્ડરોની બન્યા બેફામ નગર પાલિકાની છત્ર છાંયામાં મનફાવે તેમ બાંધકામો કરવામાં આવી રહ્યાં છે બાંધકામો નામ પૂર્વક મંજૂરી લઇને ભવ્ય ઇમારોતો બાંધવામાં આવી રહીછે સત્તાધીશો ઉપર ગુલાબી નોટોના પાટા બંધાયા હોવાની આશકાંઓ સેવાય રહી છે.
હળવદ શહેરમાં થતા બાંધકામોને લઇને ફરી બિલ્ડરો ગુલાબી નોટોના જોરે બાંધકામ કરવા માટે મંજૂરી મેળવીને મંજૂરી વિરુદ્ધ ભવ્ય ઇમારતોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઇમારતો બાંધવા માટે બિલ્ડરો એ કાયદા કાનૂનને નેવે મૂકીને શહેર ના મુખ્ય રોડ ઉપર જગ્યા છોડ્યા વગરજ ઝીરો પોઇન્ટ ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યા છે,જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યાં છે ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટયો છે.બાંધકામ જોરશોર ચાલી રહ્યા છે. આ મામલે નગરપાલિકા અધિકારી ઓ એ બિલ્ડરો સામે મૌન ધારણ કરીને બેઠા હોય તેમ આ વિષય ઉપર કોઈ વાત કરવા માંગતા નથી,બિલ્ડરો દ્વારા બાંધકામો કરવા માટે પાલિકા અધિકારીઓ સતાધીશોઓ ના આંખે ગુલાબી નોટોના પાટા બાંધી દીધા હોય તેવુ લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક વગર મંજુરી એ બાંધકામ કરી રહ્યા છે.તો કેટલાક વર્ષો જુની મંજુરી લય કામ કરી રહ્યા છે હાલતો સમગ્ર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે તેવુ શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.તયારે ગેરકાયદેસર બાંધકામ બાબતે હળવદ ચંદ્ર પાર્ક સોસાયટી ના રહીસો એ ગેરકાયદેસર બાંધકામ બાબતે હળવદ કોર્ટ સમક્ષ રજૂઆત કરી ગેરકાયદેસર બાંધકામ બંધ રખાવાયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જેની અંદર બાંધકામ મંજૂરી, બી યુ પરમિશન કે ફાયર એનઓસી સહિતની સુવિધા વગર બાંધકામો થઈ રહ્યા છે તો તંત્ર દ્વારા આવા બાંધકામો પર તાત્કાલિક ધોરણે પગલાં લેવા તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે.
રાજકોટની દુર્ઘટના બાદ સરકારે રાજ્યના અન્ય નાના કે મોટા શહેરોમાં જ્યાં પણ આ રીતે વિવિધ સંકુલો કે અન્ય બાંધકામો થયા છે તેની તપાસ કરી તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે ત્યારે હળવદમાં પણ તંત્ર પગલાં લેશે ?તેવુ લોકોમાં ચર્ચાય રહ્યું છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.