મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે - At This Time

મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે


મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે

વાપી અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જનારા પ્રકાશ પર્વ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી, મંગળવાર-૨૦૨૫ નાં રોજ સવારે ૯-૦૦ વાગ્યાથી ગૌસેવા અને ગૌ પૂજનના વિશેષ કાર્યક્રમનું શ્રી અજીત સેવા ટ્રસ્ટ - રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે, મકરસંક્રાંતિ એ લોકો માટે આદર્શ તહેવાર છે જેઓ જીવનમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગે છે. આ પવિત્ર દિવસે કરવામાં આવેલ દાન, ધર્મ અને શુભ કાર્ય અનંત પુણ્ય આપે છે. પશુઓ, પક્ષીઓ અને માછલીઓને ખવડાવીને અને ખાસ ગાય માતાને ઘઉં, બાજરી અને જવથી બનેલી ઘૂઘરી ખવડાવીને પુણ્ય કમાવવાનો મહાન તહેવાર છે.
ગુજરાતના વાપીનાં છીરી પાસેના રાતા ગામમાં આવેલ સુંદર ભવ્ય સંકુલ એ અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ માટે તે સ્વર્ગ છે. આ પવિત્ર દિવસે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ જીવોને રક્ષણ આપતી શ્રી અજીત સેવા ટ્રસ્ટ - રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયા પ્રેમીઓને પરિવાર સહિત જીવદયા તીર્થની મુલાકાત લેવા, ગૌસેવા અને ગૌ પૂજનનો લાભ લઈ ભાગ્યશાળી બનવા માટે મકરસંક્રાંતિએ યોજાનાર જીવદયાની અનોખી ઉજવણીનાં કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ - રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે કનુભાઈ દેસાઈ (નાણા મંત્રી - ગુજરાત રાજ્ય), ધવલભાઈ પટેલ (સાસંદ, દંડક, ભારત સરકાર), નૈમેસભાઈ દવે (કલેક્ટરશ્રી - વલસાડ), ડો. ગીરીશભાઈ શાહ (એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સમસ્ત મહાજન), હિતેશભાઈ દોશી (ચેરમેન વારી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ), સંઘમાતા શ્રીમતી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરીયા, મુન્નાભાઈ શાહ (એક્રા પેક ઈન્ડસ્ટ્રીઝ - વાપી), શ્રી જે. પી. દાદા (શ્રી વર્ધમાન સંસ્કારધામ - મુંબઈ) વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે યોજાનાર કાર્યક્રમની વિશેષ વિગતો માટે અજીત સેવા ટ્રસ્ટ - રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર, ગુલાબનગર, કોપરલી રોડ, છીરી, રાતા, વાપી, "અબોલ જીવ કરે પોકાર, તમે બનો તારણહાર "

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.